ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓ હડતાળ પર, કરોડોના ટ્રાંજેક્શન અટવાયા
બેંકો (Bank) ના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓની હડતાલમાં ગુજરાતના કર્મચારીઓ પણ જોડાયા હતા. સરકારના પાંચ દાયકા પહેલાંની બેંક વ્યવસ્થા સ્થાપિત કરવા સામે કર્મચારીઓ બે દિવસીય હડતાલ પર ઉતર્યા છે.
ઝી બ્યૂરો, અમદાવાદ: બેંકો (Bank) ના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓની હડતાલમાં ગુજરાતના કર્મચારીઓ પણ જોડાયા હતા. સરકારના પાંચ દાયકા પહેલાંની બેંક વ્યવસ્થા સ્થાપિત કરવા સામે કર્મચારીઓ બે દિવસીય હડતાલ પર ઉતર્યા છે. કુલ 9 બેન્કના યુનિયનના કેન્દ્રીય સંગઠન UFBU એ આ બંધની જાહેરાત કરી છે. બેન્ક કર્મચારીઓ સતત સરકારને અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ સરકારી બેન્ક પ્રાઈવેટના હાથમાં ન સોંપવામાં આવે કારણ કે તેનાથી કર્મચારીઓની નોકરી જોખમાશે.
આજ અને કાલે પણ સરકારી બેંક (Bank) માં કામ નહીં થાય. શનિવાર અને રવિવારની રજા બાદ લોકો આજે વાટ જોઈ રહ્યા હતા. પરંતુ હડતાળના કારણે હવે બે દિવસ કામ થઈ શકશે નહીં. સરકારી બેન્ક સંબંધિત કામ બુધવારથી શરૂ થશે. તેનો અર્થ એ થશે કે લોકોએ હજુ બે દિવસ રાહ જોવી પડશે. જો સરકાર કર્મચારીઓની માગમી માની લે તો હડતાળ પાછી પણ ખેંચાઈ શકે છે.
કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજ્યભરમાં આજથી ધોરણ 3થી 8ની પ્રથમ સત્રની પરીક્ષા શરૂ
ત્યારે હડતાળ (Strike) ની અસર ગુજરાત (Gujarat) ની બેંકો પર પડી છે. અમદાવાદ (Ahmedabad), રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજ્યભરમાં બેંકોની હડતાલના લીધે કરોડો રૂપિયાના ટ્રાંજેક્શન ખોરવાય ગયા છે. વલસાડ જિલ્લામાં આવેલી રાષ્ટ્રીય કૃત બેંકોના 20 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. બેન્ક કર્મચારીઓ 15 અને 16 માર્ચ સુધી હડતાલ પર રહેશે. તેનાથી બેન્ક શાખાઓમાં જમા, વિડ્રો સહિત ચેક ક્લિયરન્સ અને લોન અપ્રુવલ સર્વિસ પ્રભાવિત થશે. એટીએમ સેવા ચાલુ રહેશે. આ બેન્ક હડતાલ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા આપવામાં આવી છે.
બેજવાબદાર બન્યા નગરપતિઓ, સ્વાગતમાં નોટો ઉડાવી, કોરોનાની ગાઇડલાઇનના ઉડ્યા લીરેલીરા
તો આ તરફ બેંક (Bank) કર્મચારીઓની હડતાલમાં રાજકોટના કર્મચારીઓ પણ જોડાયા હતા.રાજકોટના આશરે ત્રણ હજાર જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા .કર્મચારીઓએ પરા બજાર ખાતે બેનરો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. બેંક કર્મચારીઓનું કહેવું છે કે ખાનગીકરણને કારણે ગ્રાહકોની થાપણો અસુરક્ષિત થઇ શકે છે. બે દિવસ રજા અને બે દિવસ હડતાલને કારણે અંદાજિત 200 કરોડનું ટર્ન ઓવર અટકી પડશે.
ત્યારે આજે જામનગર માં 120 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોની શાખા દ્વારા 3500 કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે, દરરોજનું 10 હજાર કરોડથી પણ વધુનું કિલિયરીંગ થઈ રહ્યું છે, ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણના મુદ્દાઓને લઇને કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહી છે. ત્યારે આજે જામનગર શહેરમાં દિપક ટોકીઝ પાસે આવેલી યુકો બેન્ક ખાતે ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના કર્મચારીઓ દ્વારા હડતાલ મામલે આજે સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube