બેજવાબદાર બન્યા નગરપતિઓ, સ્વાગતમાં નોટો ઉડાવી, કોરોનાની ગાઇડલાઇનના ઉડ્યા લીરેલીરા

ગોંડલ (Gondal)  નગર પાલિકાની નવા પ્રમુખ શીતબેન કોટડિયાએ કોર્પોરેટરો સાથે આજે પદગ્રહણ કર્યું અતું. આ અવસર પર સમર્થકોની ભારે ભીડ જામી હતી. પદગ્રહણ બાદ સમર્થકોએ ફૂલહાર વડે શીતલબેન અને કોર્પોરેટરોનું સ્વાગત કર્યું હતું.

બેજવાબદાર બન્યા નગરપતિઓ, સ્વાગતમાં નોટો ઉડાવી, કોરોનાની ગાઇડલાઇનના ઉડ્યા લીરેલીરા

ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાત (Gujarat) માં ફરી કોરોના (Corona) ની લહેર શરૂ થઇ ગઇ છે. તેમછતાં જવાબદાર લોકો નિયમોના ધજાગરા ઉડાવતાં જોવા મળી રહ્યા છે. ગોંડલ (Gondal) શહેરની નગરપાલિકામાં આજે પ્રમુખ અને કોર્પોરેટરોની વરણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્પોરેટના સ્વાગતમાં સમર્થકોએ નોટો ઉછાળી હતી. આ દરમિયાન ઘણા કોર્પોરેટ તથા તેમના સમર્થકો માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા હતા. 

ગોંડલ (Gondal)  નગર પાલિકાની નવા પ્રમુખ શીતબેન કોટડિયાએ કોર્પોરેટરો સાથે આજે પદગ્રહણ કર્યું અતું. આ અવસર પર સમર્થકોની ભારે ભીડ જામી હતી. પદગ્રહણ બાદ સમર્થકોએ ફૂલહાર વડે શીતલબેન અને કોર્પોરેટરોનું સ્વાગત કર્યું હતું. શીતલબેનના સસરાએ 200 200 રૂપિયાની નોટો ઉછાળી હતી. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સમયે ભાજપના કાર્યકરે ચૂંટણીની સત્તાવાર જાહેરાત થતા પહેલા જ ભાજપના હોદ્દેદાર દ્વારા વરણીની જાહેરાત કરવામાં આવી છે. પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની સરકારી અધિકારી જાહેર કરે તે પહેલાં જ વરણીના સમાચારો ભાજપના જ કાર્યકરોએ વહેતા કર્યા છે.

પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ કાર્યકરો સામાજિક અંતરનું ભાન ભૂલ્યા હતા. નગર પાલિકાના ગ્રાઉન્ડમાં જ માસ્ક અને સામાજિક અંતરનું ભાન ભૂલેલ નેતાઓને પોલીસ દ્વારા માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા અપીલ કરાઈ છતાં પણ નેતાઓ જીતના જશ્નમાં મશગુલ રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news