રાજ્યની તમામ બેન્કો વિના વ્યાજે ખેડૂતોને આપશે પાક ધિરાણ
ક્રેડિટ પોલીસી મુજબ રાજ્યની તમાક બેન્કો દ્વારા ખેડૂતોને ૭ ટકાના દરે પાક ધિરાણ પુરુ પાડવાનું રહે છે જે અંગે ખેડૂત દ્વારા સમયસર પાક ધિરાણ પરત ભરપાઇ કરવામાં આવે તેવા ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા ૩ ટકા તથા રાજ્ય સરકાર દ્વારા ૪ ટકા વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે.
ગાંધીનગર: રાજ્યમાં ખેડૂતોને સમયસર પાક ધિરાણ વિના વ્યાજે મળી રહે તે માટે તમામ બેન્કો દ્વારા પાક ધિરાણ અપાશે એમ સહકારી મંડળીઓના રજીસ્ટ્રારની યાદીમાં જણાવવામાં આવ્યું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર બાર્ડની ક્રેડિટ પોલીસી મુજબ રાજ્યની તમાક બેન્કો દ્વારા ખેડૂતોને ૭ ટકાના દરે પાક ધિરાણ પુરુ પાડવાનું રહે છે જે અંગે ખેડૂત દ્વારા સમયસર પાક ધિરાણ પરત ભરપાઇ કરવામાં આવે તેવા ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા ૩ ટકા તથા રાજ્ય સરકાર દ્વારા ૪ ટકા વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે જેના પરિણામે રાજ્યના ખેડૂતોને વિના વ્યાજે પાક ધિરાણ મળે છે.
ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખો થઈ જાહેર
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માટે ૨૦મી જુન ૨૦૧૭ અને ૧૮ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ તથા વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષ માટે ૧૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ જરૂરી ઠરાવો કરીને તેની જાણ તમામ સહકારી બેન્કો, નેશનલાઇઝ્ડ બેન્કો, રીજીયોનલ રૂરલ બેન્કો તથા ખાનગી બેન્કોને કરી દેવાઇ છે જેની સંબંધિતોને નોંધ લેવા યાદીમાં વધુમાં જણાવાયું છે.