શું છે વકફ બિલ પર QR કોડ અભિયાન? ગોધરાના ગણેશ પંડાલોમાં લાગ્યા QR કોડ સાથે બેનરો
ગોધરાના ગણેશ પંડાલોમાં હિંદુ સંગઠનો બિલના સમર્થનમાં બેનરો લગાવી રહ્યા છે. ક્યુઆર કોડ સ્કેન કરીને લોકો મોટી માત્રામાં મેઈલ કરી રહ્યા છે. ગોધરામાં ગણેશ મહોત્સવ એ વર્ષનો સૌથી મોટો તહેવાર છે. બિલને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો આગળ આવી રહ્યા છે.
જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: પંચમહાલના ગોધરામાં વક્ફ કાયદામાં સુધારા અધિનિયમ મામલે ગણેશ પંડાલોમાં લગાવવામાં આવેલા બેનરો હાલ ચર્ચામાં છે. હિંદુ સંગઠનોએ ક્યુઆરો કોડ સ્કેન કરીને વકફ સુધારા બિલના સમર્થનમાં અભિયાન શરૂ કર્યું છે. ક્યુઆર કોડ સ્કેન કરીને લોકો મોટી માત્રામાં મેઈલ કરી રહ્યા છે. ગોધરામાં ગણેશ મહોત્સવએ વર્ષનો સૌથી મોટો તહેવાર છે બિલને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો આગળ આવી રહ્યા છે. VHPના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ તો વકફ એક્ટની સાથે સમગ્ર વક્ફ બોર્ડને નાબૂદ કરવાની વાત પણ કરી છે.
વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર! બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો અપડેટ
વકફ કાયદામાં સુધારા અધિનિયમ મામલે ગોધરાના ગણેશ પંડાલોમાં લગાવવામાં આવેલા બેનરો હાલ ચર્ચામાં છે.હિન્દુ સંગઠનોએ ક્યુઆર કોડ સ્કેન કરીને વકફ સુધારા બિલના સમર્થનમાં અભિયાન શરૂ કર્યું છે. ગોધરાના ગણેશ પંડાલોમાં હિંદુ સંગઠનો બિલના સમર્થનમાં બેનરો લગાવી રહ્યા છે. ક્યુઆર કોડ સ્કેન કરીને લોકો મોટી માત્રામાં મેઈલ કરી રહ્યા છે. ગોધરામાં ગણેશ મહોત્સવ એ વર્ષનો સૌથી મોટો તહેવાર છે. બિલને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો આગળ આવી રહ્યા છે.
ભાડાના ફ્લેટમાં રહેતી 3 રૂપાળી છોકરીઓને મળવા રોજ નવા લોકો આવતા, ચાલતો હતો ગંદો ખેલ
વકફ એક્ટ સુધારા બિલ 2024ના સમર્થનમાં ગોધરા ના ગણેશ પંડાલોમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે. VHPના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ તો વકફ એક્ટની સાથે સમગ્ર વક્ફ બોર્ડને નાબૂદ કરવાની વાત પણ કરી હતી.વીએચપી ના નેતાઓ કહી રહ્યા છે કે અધિનિયમમાં સુધારા અંગે સરકાર દ્વારા લોકોના અભિપ્રાય માંગવામાં આવ્યા છે. તેથી જ અમે ગોધરાના ગણેશ પંડાલોમાં ક્યૂઆર કોડના બેનરો લગાવીને આ બાબતે હિંદુ સમાજને જાગૃત કરી રહ્યા છીએ અને લોકોને આ નવા સુધારા કાયદા વિશે જણાવી રહ્યા છીએ. તેના સમર્થનમાં VHP નેતાએ કહ્યું કે 2013માં વક્ફ બોર્ડે આંધ્રપ્રદેશના 1900 ગામોમાં હિંદુ મંદિરો અને જમીનનો દાવો રજૂ કર્યો હતો જે તદ્દન ગેરવાજબી અને ખોટો હતો.અમે લોકોને વિવિધ માધ્યમો દ્વારા જાગૃત કરીશું અને તેમને આ બિલના સમર્થનમાં મોટી સંખ્યામાં મત આપવા માટે પ્રેરિત કરીશું.
આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ! જાણો માઈભક્તો માટે કેવી કરાઈ છે વ્યવસ્થા
બીજી તરફ, વિશ્વ હિન્દુ પરિષદ ગોધરાના સમર્થનમાં ગણેશ પંડાલના આયોજકો પણ પોતપોતાના ગણેશ પંડાલોમાં વકફ એક્ટ સુધારા બિલ 2024ના સમર્થનમાં બેનરો લગાવવા યોગ્ય હોવાનું જણાવી રહ્યા છે અને લોકોને આ મામલે વોટ કરવા અપીલ કરી રહ્યા છે. આ બાબતે જોરશોરથી ગોધરાના પ્રસિદ્ધ શિવગંગા ગ્રુપ ગણેશ પંડાલના સંચાલક દિપેશસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગણેશ પંડાલની સાથે સાથે ગોધરાના તમામ મોટા ગણેશ પંડાલોમાં બિલના સમર્થનમાં બેનરો લગાવવામાં આવ્યા છે અમારા પંડાલ માં દરરોજ હજારો લોકો બાપ્પાના દર્શન માટે આવે છે જેમાંથી મોટાભાગના લોકો આ કોડ સ્કેન કરીને બિલના સમર્થનમાં પોતાનો મત આપી રહ્યા છે.
મલાઈકાના છોકરાએ સગા કાકા સલમાન ખાનની જાહેરમાં પીટાઈ કરી હતી, કારણ જાણી દંગ રહેશો
ગોધરાના ગણેશ પંડાલોમાં દરરોજ દર્શન માટે આવતા ભક્તો પંડાલોમાં લગાવેલા બેનરો પરથી ક્યુઆર કોડ સ્કેન કરીને બિલના સમર્થનમાં મત આપતા જોવા મળ્યા હતા, આવા જ એક ભક્ત હર્ષિલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગોધરામાં ગણેશ મહોત્સવનું ઘણું મહત્વ છે. દરેક પંડાલમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરે છે. પરંતુ આ વખતે દરેક પંડાલમાં એક બેનર જોવા મળ્યું હતું જેમાં વકફ બિલને લગતા ક્યુઆર કોડ છે જે પંડાલમાં આવતા ભક્તો પણ પોતાના અભિપ્રાય આપી રહ્યા છે આ બિલના સમર્થનમાં મેં મારો અભિપ્રાય આપ્યો છે.