ભાડાના ફ્લેટમાં રહેતી 3 રૂપાળી છોકરીઓને મળવા રોજ નવા નવા લોકો આવતા, અંદર ચાલતો હતો ગંદો ખેલ

3 છોકરીઓ, ભાડાનો ફ્લેટ અને વોટ્સએપ પર દરરોજ યુવતીઓના ફોટા : લાંબા સમયથી ફ્લેટમાં કંઈક ચાલતી રહ્યું હતું. તપાસ કરતા સામે આવ્યું ચોંકાવનારું સત્ય...

ભાડાના ફ્લેટમાં રહેતી 3 રૂપાળી છોકરીઓને મળવા રોજ નવા નવા લોકો આવતા, અંદર ચાલતો હતો ગંદો ખેલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આ કેસની વિગતો એવી છે કે, 47 વર્ષીય રચના દિલ્હીના જગતપુરી વિસ્તારમાં આ ભાડાના ફ્લેટમાં છેલ્લા બે વર્ષથી રહેતી હતી. તેણે જણાવ્યું કે તેના પતિનું 12 વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારથી તે આર્થિક તંગીનો સામનો કરી રહી હતી હવે તેની પાસે કમાવવાનો રસ્તો ન રહેતાં તેને આ વ્યવસાય શરૂ કર્યો. રચના ઉપરાંત 27 અને 34 વર્ષની વધુ બે મહિલાઓ ફ્લેટમાંથી મળી આવી હતી.

દેશની રાજધાની દિલ્હીના શાહદરામાં જગતપુરી વિસ્તારમાં બુધવારે સામાન્ય અફડાતફડી જોવા મળી હતી. ફલેટની બહારથી એક ઘંટડી વાગે છે અને 47 વર્ષની મહિલા આવીને દરવાજો ખોલે છે. દરવાજે એક વ્યક્તિ ઉભો હતો. મહિલા અને તેની વચ્ચે થોડીવાર વાતચીત થાય છે અને તે પછી તે પુરુષ ફ્લેટમાં પ્રવેશે છે. તે અંદર ગયો તેના થોડા સમય પહેલા જ પોલીસની ટીમ તે જ ફ્લેટના દરવાજા પર પહોંચે છે. પોલીસ બેલ વગાડે છે અને થોડી વાર પછી દરવાજો ખુલે છે.

Add Zee News as a Preferred Source

દરવાજો ખોલતાની સાથે જ આ ટીમની કેટલીક મહિલા પોલીસકર્મીઓ સાથે અંદર જાય છે અને થોડીવાર પછી ત્રણ મહિલાઓ સાથે બહાર આવે છે. આ ત્રણેય મહિલાઓ સાથે પોલીસ ટીમને બહાર આવતી જોઈને આ વિસ્તારમાં હંગામો મચી જાય છે. કેટલાક લોકો એપાર્ટમેન્ટની બહાર પણ ભેગા થાય છે. બધાના ચહેરા પર એક જ પ્રશ્ન હતો કે અહીં શું થયું? પોલીસે આ ત્રણ મહિલાઓની ધરપકડ કેમ કરી? આ હંગામા વચ્ચે પોલીસ ત્રણેય મહિલાઓને પોતાની સાથે કારમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈને રવાના થાય છે. બાદમાં ખુલાસો થાય છે કે, રહેણાંક વિસ્તારના આ ફ્લેટમાં દેહવ્યાપારનો ગંદો ખેલ ચાલતો હતો.

પોલીસ કર્મચારી ગ્રાહક બનીને ફ્લેટ પર પહોંચ્યો-
વાસ્તવમાં, પોલીસને આ વિસ્તારમાં ચાલતા આ વેશ્યાવૃત્તિ રેકેટ વિશે તેમના ગુપ્તચર સૂત્રો પાસેથી વિગતો મળી હતી. આ પછી પોલીસે માહિતી એકઠી કરી અને ઓપરેશનનું આયોજન કર્યું. ઓપરેશનના ભાગરૂપે બુધવારે હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્ર સિંહને ગ્રાહક તરીકે સાદા કપડામાં ફ્લેટ પર મોકલવામાં આવ્યો હતો. વીરેન્દ્રએ ત્યાં પહોંચીને રેકેટ ચલાવતી મહિલા સાથે વાત કરી અને જ્યારે તેણે જોયું કે અંદર વેશ્યાવૃત્તિ થઈ રહી છે ત્યારે તેણે તેની ટીમને સંકેત મોકલ્યો. આ પછી પોલીસ ટીમે રેકેટ લીડર રચનાની સાથે બે મહિલાઓની ધરપકડ કરી હતી.

યુવતીઓ વોટ્સએપ સ્ટેટસ પર ફોટોગ્રાફ રાખતી-
ધરપકડ કરાયેલી અન્ય બે મહિલાઓની ઉંમર 27 અને 34 વર્ષની આસપાસ છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે રચના બે વર્ષથી આ ફ્લેટમાં ભાડે રહે છે. તે આ બંને મહિલાઓને પહેલાંથી જ ઓળખતી હતી અને તે બંને તેની સાથે દેહવ્યાપારનો ધંધો કરતી હતી. રચના દરરોજ તેના મોબાઈલમાં વોટ્સએપ સ્ટેટસ તરીકે મહિલાઓના ફોટા પોસ્ટ કરતી હતી, ત્યારબાદ તેના ગ્રાહકો તેનો સંપર્ક કરતા હતા. ડીલ ફાઇનલ થયા બાદ તે ગ્રાહકોને પોતાનું સરનામું મોકલીને ફ્લેટ પર બોલાવતી હતી. રચના અને ગ્રાહકો વચ્ચે આ બધી વાતચીત માત્ર વોટ્સએપ ચેટ પર જ થતી હતી.

પોલીસનું કહેવું છે કે રચના છેલ્લા એક વર્ષથી આ રેકેટ ચલાવી રહી હતી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તેના રેકેટમાં વધુ કેટલી મહિલાઓ સામેલ છે? આ ફ્લેટમાં આવતા પહેલાં શું રચના અન્ય કોઈ જગ્યાએથી પોતાનું રેકેટ ચલાવતી હતી? હાલ ધરપકડ કરાયેલી મહિલાઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news