અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા ગામે એકસાથે ચાર લોકોની કરાઈ હત્યાના બનાવથી ચકચાર મચી છે. એક જ કુટુંબના ફૂલ 5 સદસ્યોમાંથી ચારની હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું હતું. ત્યારે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ હત્યામાં ખુદ પિતા જ હત્યારો નીકળ્યો છે. આર્થિક સંકડામણને કારણે પિતાએ ઘરના ચાર લોકોની હત્યા કરીને પોતે ઝેર પીધી છે તેવુ પોલીસનુ કહેવું છે. તો સ્થાનિક લોકોનું કહેવુ છે કે, આ પ્રકરણને દબાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાનો મોટો બનાવ : ઘરમાં ઘૂસીને અડધી રાત્રે પટેલ પરિવારના 4 સદસ્યોની હત્યા કરાઈ


આર્થિક સંકડામણને કારણે હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણલાખણી તાલુકાના કુડા ગામે આજે એક સાથે ચાર લોકોની હત્યા થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. કુડા ગામની સીમના ખેતરમાં રહેતા કરસનભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા. આ પરિવાર અગાઉ કેશરસિંહ ગોળીયા ગામે રહેતો હતો. પરંતુ ત્યાં જમીન વેચ્યા બાદ તેઓ પરિવાર સાથે કુડા ગામ આવ્યા હતા અને ત્યાં રહેતા હતા. જોકે ગઈકાલ રાત્રે અચાનક પરિવારના 4 લોકોની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી અને પરિવારના મુખીયા ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એફએસએલની મદદ લઇ તપાસ હાથ ધરી હતી જ્યાં પોલીસે પ્રાથમિક તપાસમાં કહ્યું હતું કે, ખુદ પિતાએ જ આર્થિક સંકડામણના કારણે પોતાની પત્ની, બે પુત્રો અને પુત્રીની હત્યા કરી હોય તેવું લાગે છે.


Yoga Day પર CM વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, ગુજરાતમાં બનશે યોગ બોર્ડ


સ્થાનિકોએ હત્યાનો આરોપ લગાવ્યો


ત્યારે ગ્રામજનો કહી રહ્યા છે કે એક પિતા પોતાના પરિવારના સભ્યોની હત્યા ન કરી શકે અને જો તેમને હત્યા કરી હોત તો તે પણ ઘાયલ ન હોત અને તેમના હાથ પણ પાછળથી બાંધેલા હતા અને જે કુહાડીથી હત્યા થઈ હતી તે પણ દૂરથી મળેલી છે અને પિતા અભણ હોય છે તો કેવી રીતે ભિંત ઉપર નામ લખી શકે. અને જે નામ લખ્યા છે તેમાંથી અડધા તેમના પરિવારના જ નામ છે એટલે પિતા હત્યારા ન હોઈ શકે. જેથી પોલીસ ખોટી વાત કરી રહી છે જો હત્યારના પકડવામાં નહિ આવે ત્યાં સુધી અમે લાશને નહિ સ્વીકારીએ.


ઉપસરપંચ હત્યા કેસ : પરિવારની માંગણી સ્વીકારાતા આજે અંતિમ સંસ્કાર કરશે



દિવાલ પર મેસેજ લખ્યો 
હત્યારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તમામ લોકોની હત્યા કરી છે. દિવાલ પર લખાણ લખવામાં આવ્યું છે કે આ પરિવાર પાસેથી 21 લાખની બાકી ઉઘરાણીના કારણે હત્યા કરવામાં આવી છે. દિવાલ પર કાળા કલરના ચોક અથવા તો કોલસાથી લખવામાં આવ્યું છે કે 21 લાખ રૂપિયાની બાકી રકમ ન ચુકવતા હત્યા કરવામાં આવી છે. 


હત્યા મામલે ભીંત પર લખેલા શંકાસ્પદ નામ :
1.મફાજી સોનાજી
2. નાગજી સોનાજી
3. હડમતજી સોનાજી
4. હેમરાજ સોનાજી
5. રમેશજી
6. મફાજી
7. કાલુસિંહ મદારજી
8. રેવરદ મફાજી
9. પાટસિંહ જબરસિંહ


સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં આગથળા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો. પોલીસે ચારે લાશ તેમજ ઘાયલને હોસ્પિટલમાં ખસેડી હતી. પ્રાથમિક તપાસમાં 21 લાખ નાણાં મામલે પિતાએ કંટાળી જઈ હત્યા કરી તેવી બાબત પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. ચાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના પિતાએ પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી. જોકે ગ્રામજનો આ તમામ લોકોની કોઈએ હત્યા કરી હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. પોલીસ અત્યારે પિતાએ હત્યા કરી હોવાની બાબત સ્વીકારી રહી છે. પરંતુ ભીંત પર લખાયેલા નામ અનેક સવાલો ઉભા કરે છે. ત્યારે જોવાનું એ રહેશે કે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસમાં શું બહાર લાવે છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :