Yoga Day પર CM વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, ગુજરાતમાં બનશે યોગ બોર્ડ
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગને લઈને મોટી જાહેરાત કરી છે.
Trending Photos
અમદાવાદ :અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચ્યા હતા, અને યોગા કરતા નજરે ચઢ્યા હતા. ત્યારે આ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગને લઈને મોટી જાહેરાત કરી છે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે, ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવશે. જેની મંજૂરી મેં આપી દીધી છે. ગુજરાતના જન જન સુદી યોગાસનનો પ્રચાર-પ્રસાર નિયમિત કરે, યોગ સંસ્થાઓેન જોડવામાં આવે. તેમજ રોગ પહેલાની જાળવણી તેઓ કરશે. જેથી લોકો રોગમુક્ત બનશે અને તેનાથી સમાજ ગરીબમુક્ત બનશે.
આ પહેલા કાર્યક્રમમાં સંબોધન સમયે તેમણે કહ્યું કે, સમગ્ર ગુજરાતની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતમાં દોઢ કરોડ લોકો સામૂહિક યોગ કરીને વિશ્વ યોગ દિવસ ઉજવવા જઈ રહ્યાં છે. આજે સાંજે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગુજરાતભરના સંતો દ્વારા સામૂહિક યોગ થવાના છે. પાંચ હજાર પહેલા પતંજલિ ઋષિએ સમગ્ર દુનિયાને યોગનું દર્શન કરાવ્યું અને વિશ્વના ખૂણે ખૂણે આ યોગને પહોંચાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનોમાં યોગને માન્યતા અપાવી છે. જેથી વિશ્વ યોગ ઉજવે છે. યોગ એ રોગને ભગાવે છે. આ વર્ષની થીમ હૃદયરોગને ધ્યાનમાં રાખીને યોગા ફોર લાઈફ કેર રાખવામાં આવ્યો છે. તેમણે સ્ટેજ પરથી યોગાસન પણ કર્યા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે