બાર કાઉન્સિલની ચૂંટણી: કિરીટ બારોટની ચેરમેન અને શંકરસિંહ ગોહિલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 2020-21 માટેની ચૂંટણી યોજાઇ હતી. જેમાં નડિયાદના સિનિયર એડ્વોકેટ કિરીટ બારોટ ચેરમેનપદે જ્યારે ગાંધીનગરના સિનિયર એડવોકેટ શંકરસિંહ ગોહિલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. બાર કાઉન્સિલની એક્ઝિક્યૂટિ કમિટીનાં ચેરમેન અમદાવાદના એડ્વોકેટ ભરત ભગત, એન્ટોલમેન્ટ કમિટી ચેરમેન મોડાસાના હરી પટેલ, ફાયનાન્સ કમિટીના ચેરમેન કિશોર ત્રિવેદી, રૂલ્સ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા, GHL કમિટીના ચેરમેન તરીકે વલસાડના પ્રવિણ પટેલની વરણી થઇ હતી.
અમદાવાદ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 2020-21 માટેની ચૂંટણી યોજાઇ હતી. જેમાં નડિયાદના સિનિયર એડ્વોકેટ કિરીટ બારોટ ચેરમેનપદે જ્યારે ગાંધીનગરના સિનિયર એડવોકેટ શંકરસિંહ ગોહિલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. બાર કાઉન્સિલની એક્ઝિક્યૂટિ કમિટીનાં ચેરમેન અમદાવાદના એડ્વોકેટ ભરત ભગત, એન્ટોલમેન્ટ કમિટી ચેરમેન મોડાસાના હરી પટેલ, ફાયનાન્સ કમિટીના ચેરમેન કિશોર ત્રિવેદી, રૂલ્સ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા, GHL કમિટીના ચેરમેન તરીકે વલસાડના પ્રવિણ પટેલની વરણી થઇ હતી.
કોરોના મહામારીને સમજવા માટે ગુજરાતમાં પહેલીવાર દર્દીના દેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 16 શિસ્ત કમિટીની રચના પણ કરવામાં આવી છે. જે કમિટીના ચેરમેન તરીકે અનિલ કેલ્લાની વરાણી થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત બાર કાઉન્સિલમાં 80000 વકીલો જોડાયેલા છે. બાર કાઉન્સિલના વહીવટ માટે ચૂંટણી યોજાય છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 25 વકીલોની ચૂંટણી થાય છે.બાર કાઉન્સિલના હોદ્દેદારોની ચૂંટણીનો પણ તેમા સમાવેશ થાય છે. જેમાં આજે બપોરે ત્રણ વાગ્યે ગુજરાત હાઇકોર્ટ સામે આવેલી બાર કાઉન્સિલની ઓફીસમાં તમામ હોદ્દેદારો સમક્ષ ચૂંટણી યોજાઇ હતી. જેમાં અલગ અલગ ચેરમેનની વરણી થઇ હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube