આ ધારાસભ્યએ કરી `ધ કેરલ સ્ટૉરી` ફ્રી બતાવવાની જાહેરાત, જાણો મહિલાઓ કઇ તારીખ સુધી જોઇ શકાશે?
`ધ કેરળ સ્ટૉરી` ફિલ્મ હવે બારડોલીમાં મહિલાઓ ફ્રીમાં જોઇ શકશે. આ ફિલ્મ મહિલાઓ માટે બારડોલીના થિએટર્સમાં 11, 12, અને 13 મેના રોજ ફ્રી રહેશે. આજથી તેની શરૂઆત થઇ ચૂકી છે.
સંદીપ વસાવા/બારડોલી: હાલ ખૂબ ચર્ચિત ફિલ્મ ધ કેરલા સ્ટોરી દેશ ભરમાં ખુણે ખૂણે ચર્ચામાં છે, ત્યારે સુરત જિલ્લામાં બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા બારડોલીના સિનેમાઘરોમા ટિકિટો બુક કરીને ત્રણ દિવસ સુધી સતત બહેનો દીકરી અને માતાઓને આ ફિલ્મ નિઃશુલ્ક બતાવવામાં આવશે.
પેટ્રોલપંપ પર નગ્ન યુવકે ધમાલ કરી! જાહેરમાં ફુવારા ઉડાવ્યા, કેબિનમાં પૈસા ઉછાળ્યા
માહિતી પ્રમાણે, 'ધ કેરળ સ્ટૉરી' ફિલ્મ હવે બારડોલીમાં મહિલાઓ ફ્રીમાં જોઇ શકશે. આ ફિલ્મ મહિલાઓ માટે બારડોલીના થિએટર્સમાં 11, 12, અને 13 મેના રોજ ફ્રી રહેશે. આજથી તેની શરૂઆત થઇ ચૂકી છે અને મોટી સંખ્યામાં મહિલાઓ ફિલ્મ નિહાળી રહી છે. યુવા પેઢીને લવજેહાદ અને આતંકવાદી જેવી પ્રવૃત્તિઓથી બચાવવા અને સતર્ક રાખવા માટેનો ધારાસભ્યનો અનોખો પ્રયાસ છે.
ઉતર ગુજરાતમાં નેડાબેડ સીમા દર્શન બાદ હવે પાટણમાં આકાર પામ્યું રણ સફારી, જુઓ VIDEO
આજરોજ પહેલા જ દિવસે મોટી સંખ્યામાં મોટી વયની મહિલાઓ તેમ જ યુવતીઓ બારડોલી ખાતે આવેલ મિલાનો સિનેમાઘરમાં એકત્રિત થઈ હતી અને સાથે સાથે ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ હાજર રહ્યા હતા. સંપૂર્ણ ફિલ્મ નિહાળ્યા બાદ માતાઓ અને બહેનો દ્વારા પોતાનો મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં એક સમાજથી બીજા સમાજમાં ધર્માંતરણ કરીને દીકરીઓ જાય છે તેઓને લઈને શુ શુ સમસ્યાઓ ઉદભવે છે તે જ મુદ્દે માતાઓ અને બહેનોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
વિદ્યાર્થીઓ આનંદો! ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ માટે લેવાયો સૌથી મોટો નિર્ણય
હાલ તો આ ફિલ્મને લઈને માતાઓમાં અને યુવતીઓમાં અનોખો ઉત્સાહ જોવા તો મળ્યો છે સાથે સાથે ધારાસભ્ય દ્વારા ત્રણ દિવસ સુધી બારડોલીના સિનેમાઘરોમાં તમામ ટિકિટો બુક કરીને ફિલ્મ નિઃશુલ્ક બતાવીને માતાઓ અને દીકરીઓમાં એક અવરનેશ આવે તે માટે અનોખો પ્રયાસ જોવા મળ્યો હતો.