બોટાદ :બોટાદ, ભાવનગર, અમદાવાદ વચ્ચે ગઈકાલે સાંજથી લઈને આજે સવાર સુધી 108 ના સાયરનોથી રસ્તાઓ ગુંજતા રહ્યાં. એક એમ્બ્યુલન્સ ખૂટી પડતા બીજી મંગાવવી પડી. કથિત લઠ્ઠાકાંડના 85 દર્દીઓને અમદાવાદ-ભાવનગર અને બોટાદ સતત ખસેડવામાં આવ્યા. એકપછી એક કેસો આવતા ગયા અને સ્પેશિયલ ઓપરેશન હાથ ધરાયું. ત્રણ જિલ્લાની 16 હોસ્પિટલમાં દર્દીઓને પહોંચાડીને સારવાર આપવામાં આવી. આ બધુ થયુ ન હોત જો પોલીસ વિભાગે રોજીદ ગામના સરપંચની અરજીને ધ્યાનમાં લીધી હોત. રોજીદ ગામના સરપંચ જીગર ડુંગરાણીએ આ અંગે અગાઉ જ પોલીસને ચેતવ્યા હતા, પરંતુ તંત્રએ આંખ આડા કાન કર્યા અને સરવાળે કથિત લઠ્ઠાકાંડ સર્જાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલ બપોરે બરવાળાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેમાં કુલ 30 લોકોના મોત નિપજ્યા છે. પરંતુ ગામના સરપંચ જીગર ડુંગરાણીએ 3 મહિના પહેલા જ આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ વિશે તેઓ કહે છે કે, અરજીના નિકાલ બાબતે પોલીસ ખાલી અહીંયા આવે અને રાઉન્ડ મારીને જતી રહે. હું પીધેલો પકડી રાખુ તો પણ પોલીસ કોઈ પણ તપાસ કર્યા વગર કહીં દે આ પીધેલો નથી. બરવાડા તાલુકામાં દારુનો કોઈ કેસ જ લેતા ન હતા. 


આ પણ વાંચો : 14 બુટલેગરોએ મળીને એવો દારૂ બનાવ્યો કે 31 જણા મોતને ભેટ્યા, 40 રૂપિયાની પોટલીમાં વેચ્યુ મોત


કથિત લઠ્ઠાકાંડ બાદ તેઓએ ગામમાં ચાલી રહેલા દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરવા તેમજ રોજીદ સહિત સમગ્ર બરવાળા તાલુકામાં દેશી દારૂ વેચનાર સામે એક્શન લેવાની વાત કરી. 



આ અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે, રોજીદ ગામના સરપંચે ચાર માર્ચ ૨૦૨૨ ના રોજ પત્ર લખી દારૂ વેચાતો હોવાની રજુઆત કરી હતી. ડીએસપી અને ગૃહમંત્રીને નકલ મોકલાવી રજુઆત કરી હતી. છતાં પગલાં ન લેવાયા અને અર્થ એ થયો કે સરકાર આશીર્વાદ પોલીસ અને ભાજપના મેળાનીપણાથી દારૂના અડ્ડા ચાલે છે. 


તો ડીજીપી આશિષ ભાટિયાએ આ અંગે ખુલાસો કરતા કહ્યુ કે, તેમની અરજી માર્ચ મહિનામા આવી હતી. તેના બાદ અમે રેડ પણ પાડી હતી. 18 અને 19 એ પોલીસે સરપંચની અરજી પર સમન્સ પાઠવ્યું હતું. પણ કોઈ હાજર રહ્યું ન હતું.સ્થાનિક 2 બુટલેગર પર કાર્યવાહી, એકની સામે તડીપારની કાર્યવાહી કરી હતી. 26 જુલાઈના રોજ કોમ્બીંગ પણ કરાયુ હતું. દારૂનો જથ્થો પણ પકડીને નાશ કરાયો હતો. પ્રોહિબિશનના 6 કેસ, 93 કલમના 2 અને તડીપારનો એક કેસ દાખલ થયો હતો. 


આ પણ વાંચો : લઠ્ઠાકાંડ બાદ રોજીદ ગામમાં માતમ છવાયો, લાશોના ઢગલા થયા, એકસાથે 5 અર્થી નીકળી


અમિત ચાવડાએ ગૃહમંત્રીના રાજીનામાની કરી માંગ
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યુ કે, ગુજરાતના બરવાળા અને ધંધુકા તાલુકામાં લઠ્ઠાકાંડના કારણે 31થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 20 થી વધુ લોકો ગંભીર હાલતમાં છે. આ કોઈ લઠ્ઠાકાંડ નહીં પણ સરકાર અને પોલીસ પ્રસાશનની હપ્તાખોરીના પરિણામ સ્વરૂપ હત્યાકાંડ છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની જવાબદારી લઈ તાત્કાલિક દોષીતો સામે પગલા લે અને રાજ્યના નિષ્ફળ ગૃહમંત્રીએ તાત્કાલિક અસરથી રાજીનામુ આપવું જોઈએ.