ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાને કારણે ગુજરાતમાં ક્યાંક સ્કૂલો ખૂલી નથી. પરંતુ તેમ છતા સ્કૂલ સંચાલકો મસમોટી ફી વસૂલી રહ્યાં છે. આવામાં ગુજરાતભરના વાલીઓ ફી માફી માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. તેમ છતાં સ્કૂલ સંચાલકો ટસના મસ થતા નથી. આવામાં અરવલ્લીના બાયડની લઘુમતી શાળાએ મોટો નિર્ણય લીધો છે. ધોરણ ૯ થી ૧૧ના વિદ્યાર્થીઓની ફી માફ કરાઈ છે. સમીર એજ્યુકેશન ટ્રસ્ટની સારસ્વત હાઈસ્કૂલ દ્વારા આ નિર્ણય કરાયો છે. કોરોનાને લઇ મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ મિર્ઝા દ્વારા આ ઉમદા નિર્ણંય લેવાયો છે. જે મુજબ, વર્ષ ૨૦૨૦-૨૧ની આખા વર્ષની ફી નહિ લેવામાં આવે. અરવલ્લીની જનતાએ પણ હાઈસ્કૂલના નિર્ણંયને વધાવ્યો છે. 


8 બેઠકોની પેટાચૂંટણી માટે 8 સિનીયર નેતાઓને કોંગ્રેસે સોંપી જવાબદારી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ, રાજ્યભરમાં વાલીઓનો વિરોધ યથાવત છે. સુરતમાં અડાજણ વિસ્તારની શિશુવિહાર સ્કૂલમાં ફી બાબતે વાલીઓનો હોબાળો થયો હતો. શાળા દ્વારા ફી વસુલવાની નોટિસ આપવામાં આવતા વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો. શાળા બંધ હોવા છતાં એક્ટિવિટી ફીના નામે 3 હજાર કરતા વધુ ફી શાળા સંચાલકો દ્વારા માંગવામાં આવી. ફી નહિ ભરે તો એડમિશન કેન્સલ કરવાની ધમકી વાલીઓને આપવામાં આવી છે. તેમ છતાં વાલીઓના આક્રોશની સામે શાળા સંચાલકોનું મૌન જોવા મળ્યું છે. 


રાજકોટમાં માસૂમ સ્કૂલ દ્વારા વાલીઓને ફી માટે દબાણ કરાયું હતું. વાલીઓની મીટિંગ યોજી ફી ભરવા દબાણ કર્યું હતું. ત્યારે NSUI ના કાર્યકર્તાઓએ માસૂમ સ્કૂલ ખાતે પહોચીને વિરોધ દર્શાવ્યો હતો. ઓનલાઈન શિક્ષણમાં અભ્યાસ કરાવ્યા બાદ ફીની માંગણી કરાઈ છે. એડમિશન ફી અને સ્કૂલ ફી માંગતા હોબાળો કર્યો હતો. કોરોના અને લોકડાઉનને કારણે ફી ઓછી કરવાની વાલીઓએ માંગ કરી છે. તો ઓનલાઈન શિક્ષણનો વાલીઓ દ્વારા વિરોધ કરાયો છે. 


પાટણ પાસ સમિતિ અને વાલીઓ દ્વારા નાયબ કલેકટરને ફી અંગે આવેદનપત્ર આપ્યુ છે. પાટણની ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાણી કરતા ભારે રોષ જોવા મળ્યો. શાળાઓ દ્વારા વાલીઓને ફી ભરવા દબાણ કરતા વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. શાળાઓ ઓનલાઇન અભ્યાસ બંધ કરવા ધમકી આપી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર