T20 World Cup : 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં T20 વર્લ્ડકપ રમવાનો છે. જેને લઈને તમામ ટીમ હાલ તૈયારીઓમાં લાગી ગઈ છે અને વર્લ્ડ કપમાં કોણ શાનદાર પ્રદર્શન આપશે તે જાણવા પ્રેક્ષકો પણ ઉત્સાહી છે. ભારતીય ટીમે પણ T20 વર્લ્ડ કપ માટે પોતાના 15 પ્લેયર્સની જાહેરાત કરી દીધી છે. જેના બાદ ભારતીય ફેન્સની પણ આશા વધી છે. ગત વર્ષે ભારતમાં રમાયેલ વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ફાઈનલમાં તો જગ્યા બનાવી હતી, પરંતું તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી ફેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનતા જોવા માંગે છે. ત્યારે T20 વર્લ્ડકપને લઈને બીસીસીઆઈના સચિવ જય શાહનું મોટું નિવેદન આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જય શાહે આપ્યું નિવેદન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે જય શાહને પૂછવામાં આવ્યું કે, આ T20 વર્લ્ડ કપમાં કઈ ચાર ટીમને તમે સેમીફાઈનલમાં જુઓ છો. તો શાહે જવાબ આપ્યા હતા. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને મેજબાન ટીમ વેસ્ટ ઈન્ડીઝનું નામ તેમણે જણાવ્યુ હતું. 


 


ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યો


વેસ્ટ ઈન્ડીઝને લઈને જય શાહે કહ્યું કે, આ T20 ક્રિકેટની શાનદાર ટીમ છે. આ વર્ષે થનારા T20 વર્લ્ડ કપમાં મોટાભાગના પૂર્વ ક્રિકેટર્સનું માનવું છે કે, ચારેય ટીમ સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવશે તેવું દેખાઈ રહ્યું છે. ભારતીય ટીમ T20 ના રેન્કિંગમાં પહેલા નંબર પર છે, તો ટીમને જોઈને લોકો T20 ના સેમીફાઈનલમાં પહોંચવાની આશા કરી રહ્યાં છે. 


કેવો રહ્યો રેકોર્ડ
ભારતીય ટીમનો રેકોર્ડ આમ પણ  T20 વર્લ્ડ કપમાં સારો રહ્યો છે. ભારત T20 વર્લ્ડ કપના પહેલા સીઝનમાં ટ્રોફી ઉઠાવી હતી. તેના બાદ વર્ષ 2013 ના T20 વર્લ્ડ કપના ફાઈનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ ત્યારે શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા ચાર T20 વર્લ્ડ કપમાં ભારતે એકવાર ફાઈનલ, 2 વાર સેમીફાઈનલ, તો એકવાર ગ્રૂપ સ્ટેજથી બહાર થવું પડ્યું હતું. આ વર્ષે ફેન્સને રોહિતની કેપ્ટનશીપવાળી ટીમ પાસેથી અનેક અપેક્ષાઓ છે.  


પ્રેમીપંખીડાઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું ગુજરાતનું આ ગામ! અહીં લગ્ન પાક્કા થઈ જવાના