Breaking News : અમદાવાદ થી ભાવનગર ટ્રાફિકથી સૌથી વધુ ધમધમતો માર્ગ છે. ત્યારે આ હાઈવે આગામી 12 ડિસેમ્બર સુધી બંધ રહેવાનો છે. ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે હવે જો અમદાવાદથી ભાવનગર જવુ હોય તો અન્ય માર્ગથી જવુ પડશે. અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ADM (અમદાવાદ ડિસ્ટ્કિક્ટ મેજીસ્ટ્રેટ) દ્વારા અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી ભાવનગર જવા માટે વાયા ધંધુકા, વલભીપુર થઈને જવાનું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડેલી માહિતી અનુસાર, હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યુઁ છે. જેને પગલે ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનોનો રુટ ડાયવર્ટ કરાયો છે. આ માટે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. જે મુજબ, હવેથી ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઇને જઇ શકાશે. આ હુકમ તા.14 એપ્રિલ, 2023થી તા.12 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે.


આ બંને છોકરીઓએ 3 વર્ષમાં 500 કરોડ આવક ઉભી કરી



આ જાહેરનામુ આગામી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. એટલે કે, 12 ડિસેમ્બર, 2023 સુધી લોકોએ ડાયવર્ઝનના રુટ મુજબ જવુ પડશે. 


આ છે ડાયવર્ઝનનો રુટ


  • ભાવનગરથી વડોદરા જવા માટે તમામ પ્રકારના વાહનોભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, ફેદરા, પીપળી તેમજ ધંધુકા, ધોલેરા, ભડીયાદ, પીપળી તેમજ ધંધુકા, ફેદરા, પીપળી, વટામણ થઇને વડોદરા જઇ શકાશે.

  • ધોલેરાથી બાવળીયારી તરીફના હાઇ-વે રોડ ઉપરના ગામડાઓના જે તે ગામડાઓના જ નાના વાહનોની અવરજવર માટે બાવળીયારી, હેબતપુર, સાંગાસર, ઓતારીયા, ગોરાસુ થઇને ભડિયાદ જઇ શકાશે.

  • ભાવનગરથી વડોદરા જવા માટે પણ વાયા વલભીપુર થઈને જવું પડશે


જાહેરનામા મુજબ, તમામ વાહનો માટે આ નિયમ લાગુ પડશે. જે આજથી 12 ડિસેમ્બર સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. 


બેકાર યુવાનોને રાતોરાત લખપતિ બનવાના સપના જોવા ભારે પડ્યા, જેલ જવાનો આવ્યો વારો


કેરીનું વહેલું આગમન, પરંતું ખરીદતા પહેલા કેરીને લાગેલા આ રોગ વિશે પણ જાણી લેજો