આ બંને છોકરીઓએ 3 વર્ષમાં 500 કરોડ આવક ઉભી કરી

Women entrepreneur success story: એનિમાલ નામની એપથી પશુઓની લે-વેચનો બિઝનેસ શરુ કરનારી બે છોકરીઓની સફળતા વાંચીને તમે છક થઈ જશો..... 3 વર્ષમાં તેમણે 500 કરોડની આવક ઉભી કરી... 80 લાખ ખેડૂતો જોડાયેલા છે 

આ બંને છોકરીઓએ 3 વર્ષમાં 500 કરોડ આવક ઉભી કરી

cattle trading business : તમારી પાસે યુનિક બિઝનેસ હશે તો જ માર્કેટમાં ચાલશે. જમાનો હવે બદલાયો છે, સમયની માંગ મુજબ હવે નવા નવા બિઝનેસ આઈડિયા માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે. આવામાં જલ્દી સફળતા પણ મળી રહી છે. ત્યારે બે યુવતીઓએ શરૂ કરેલો એક બિઝનેસ આજે 500 કરોડના ટર્નઓવર પર પહોંચ્યો છે. આઈઆઈટીમાં રૂમમેટ બનેલી નીતુ યાદવ અને કીર્તિ જાંગરાએ બેંગલોરમાં એક નાના એવા રૂમમાં વિચાર કરીને એક એનિમલ એપ બનાવી હતી. આજે  તેમની કંપની 565 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. સાડા 3 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવેલી આ એપ દ્વારા દેશમાં અત્યાર સુધીમાં 4000 કરોડ રૂપિયાના 8.5 લાખ પશુઓ વેચાઈ ચૂક્યા છે.

આઈડિયા ક્યાંથી આવ્યો
આ બે યુવતીઓની સફળતાની કહાની સાંભળીને તમે છક થઈ જશો. આઈઆઈટી દિલ્હામાં ભણેલી બે યુવતીઓ નીતુ યાદવ અને કીર્તિ જાંગડાને યુનિક આઈડિયા આવ્યો. તેમણે બનાવેલી એપ આટલી સફળતા મેળવશે તેવું તેમને સપનામાં ય ખ્યાલ ન હતો. સ્ટોરી ટેલિંગ પ્લેટફોર્મ પ્રતિલિપી દ્વારા સંચાલિત હેકાથોનમાં ભાગ લેવા માટે નીતુ યાદવ અને કીર્તિ જાંગરાએ એનિમલ એપ બનાવી હતી. તેમને તેના માટે એવોર્ડ મળઅયો હતો. પરંતુ આ જ પ્રોજેક્ટ પર તેઓએ કામ શરૂ કર્યુ અને બાદમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. 

2019 માં બંનેએ એનિમલ એપ લોન્ચ કરી હતી. જેમાં અનુરાગ બિસોય અને લિબિન વી બાબુ પણ બિઝનેસમાં સાથે જોડાયા હતા. હાલ આ એપ સાથે લગભગ 80 લાખ જેટલા ખેડૂતો જોડાયા છે. અત્યાર સુધી એપ થકી 850000 પશુઓ વેચાયા છે. જેની કિંમત માંડીએ તો 4000 કરોડ થાય છે. એટલે કે મહિને સરેરાશ 350 કરોડનો વેપાર. 

animal_app_zee.jpg

આ એપ પર પશુઓની લે-વેચ થાય છે. આજે બે યુવતીઓની સફળતાની કહાની દેશભરમાં ફેમસ થઈ ગઈ છે. આજકાલ દેશમાં સ્ટાર્ટ અપનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. શિક્ષણ મેળવ્યા બાદ પણ નોકરી ન મળે તો યુવાઓ હતાશ થતા નથી. તેઓ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યાં છે. ત્યારે નીતુ યાદવ અને કીર્તિ જાંગડાની સ્ટોરી કોઈને પણ પ્રેરણા આપે તેવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news