Mehsana News મહેસાણા : થોડા સમય પહેલા રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશન અપાવવા માટે એજન્ટ્સ સક્રિય થયા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે હવે નવો ખુલાસો થયો છે. રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશનનનું નવુ કૌભાંડ સામે આવ્યું છે. આ યોજના હકીકતમાં પછાત અને ગરીબ વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટેની છે. પરંતું હવે ધનવાન પરિવારના વાલીઓ પોતાના સંતાનોને આ રીતે એડમિશન અપાવી રહ્યાં છે. અમીર પરિવારો તેનો લાભ લઈ રહ્યાં છે. એક આંકડો સામે આવ્યો છે કે, ગુજરાતમાં 4500 થી વધુ આર્થિક સદ્ધર પરિવારના બાળકોએ RTE હેઠળ ધોરણ-1 માં પ્રવેશ લીધો છે. ત્યારે આ મામલે હવે મોટુ એક્શન લેવાયું છે. ધોરણ-1 માં RTE માં ખોટી રીતે મેળવેલો 41 બાળકોનો પ્રવેશ રદ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણામાં ખુલાસો થયો કે, ગત વર્ષે ધોરણ-1 માં 5 વર્ષની ઉંમરે ખાનગી શાળામાં અભ્યાસ કર્યા બાદ આ વર્ષે આરટીઇથી પ્રવેશ મેળવ્યો હતો. આ રીતે કુલ 41 બાળકોએ પ્રવેશ લીધો હતો. રાઈટ ટુ એજ્યુકેશનના નિયમ મુજબ, ધોરણ 1 ભણી ચૂકેલા વિધાર્થીઓએ આ વર્ષે ધોરણ 2 માં પ્રવેશ લેવો પડે છે. આમ છતાં હકીકત છુપાવીને 41 બાળકોએ ફરી ધોરણ-1 માં આરટીઇથી ખાનગી શાળાઓમાં પ્રવેશ લીધો હતો. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ મારફતે તપાસ કરતા આ હકીકત સામે આવી છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને મોટી કાર્યવાહી કરાઈ છે. સૌથી વધુ મહેસાણા તાલુકાની 23 શાળામાં એક-એક બાળકનો પ્રવેશ અમાન્ય ગણાયો છે. મહેસાણા તાલુકામાં 23, કડીમાં 9, વિજાપુરમાં 4, બહુચરાજીમાં 2, વિસનગરમાં 2 અને ઊંઝામાં 1 મળીને 41 ખાનગી શાળામાં આરટીઇ હેઠળ એક-એક બાળક નો પ્રવેશ રદ કરાયો છે. 


બે દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, આ શહેરોમાં છે વરસાદની આગાહી


વાલીઓએ સ્પેલિંગ અને જન્મતારીખ બદલી નવુ ફોર્મ ભર્યું 
રાઈટ ટુ એજ્યુકેશનમાં હાલ મસમોટા કૌભાંડો ચાલી રહ્યાં છે. એજન્ટ રાજ બાદ હવે નવા કૌભાંડનો આંકડો ચોંકાવનારો છે. ગુજરાતભરની અનેક શાળાઓમાં વાલીઓએ તેમના સંતાનોને આ રીતે પ્રવેશ અપાવ્યો છે. ગુજરાતમાં આવા અંદાજે 4500 કે તેથી વધુ બાળકો છે. ગયા વર્ષે ધો.1 ભણી ચૂકેલા બાળકોનો આ વર્ષે ફરી પ્રવેશ ફાળવાયો હોય એવા ગુજરાભરમા અનેક બાળકો છે. વાલીઓએ નામના સ્પેલિંગમાં નજીવો ફેરફાર કરીને અથવા જન્મતારીખ બદલીને ફોર્મ ભર્યું હતું. શાળા કક્ષાએ હવે ચકાસણી કરીને આવા પ્રવેશ રદ કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાવવા જોઈએ. પરંતુ તેમ છતા કોઈ પગલા લેવાતા નથી. આવા લોકોનું ફોર્મ પણ માન્ય થઈ રહ્યું છે, તેમને સરકાર દ્વારા પ્રવેશ પણ ફાળવી દેવાયો, સ્કૂલ પણ ફાળવી દેવામાં આવી.


અમૂલ હવે ગુજરાતીઓની ફેવરિટ ખાટી છાશ વેચશે, કચ્છમાં લોન્ચ થયું પાઉચ, આ ભાવે મળશે


રાઈટ ટુ એજ્યુકેશનમાં એજન્ટ રાજ 
રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણના અધિકાર હેઠળ બાળકને શાળામાં પ્રવેશ અપાવવામાં પણ એજન્ટ રાજ વ્યાપી ચૂક્યું છે.  RTEમાં એડમીશન અપાવવાના નામે એજન્ટો સક્રિય થયા છે. RTE CAFE નામની આ વેબસાઈટ તેનો પુરાવો છે. પરંતું RTE પ્રવેશ માટે એજન્ટ દેખાય તો DEO ને ફરિયાદ કરી શકાશે. કોઈની સાથે નાણાંની લેવડ-દેવડ ન કરવા શિક્ષણ વિભાગે અપીલ કરી છે. મનગમતી સ્કૂલમાં પ્રવેશ માટે રૂપિયા આપવાની કોઈ જરૂર નથી તેવુ પણ કહ્યું. હેલ્પલાઈન નંબર 7046021022 પર તાત્કાલિક ફરિયાદ કરી શકાશે.   આરટીઈમાં પ્રવેશ અપાવતી નકલી વેબસાઈટ વાલીઓે તેમના બાળકોનું RTE હેઠળ એડમીશન અપાવવાની લાલચ આપે છે. હેતલ સોની નામની વ્યક્તિ RTE CAFE નામની આ વેબસાઈટની સ્થાપક હોવાનું જણાવાયું છે. વેબસાઈટ પર એક યુવતીનો ફોટો પણ છે. 


ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિરમાં ભક્તોને વગાડવા માટે ઘંટ નથી, એક ભક્ત દ્વારા અપીલ


શાળા માંગશે વાલી પાસેથી સર્ટિફિકેટ
RTE અંતર્ગત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે મોટી ખબર સામે આવી છે. શાળા સંચાલકો વાલીઓ પાસેથી દર વર્ષે આવકનું પ્રમાણપત્ર માંગી શકે છે. કેટલીક ખાનગી શાળાઓ તરફથી RTE અંતર્ગત અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પાસેથી આવકનું પ્રમાણપત્ર માંગવામાં આવતા હોવાની ફરિયાદ અંગે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટતા કરી છે.


અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી પહોંચ્યા ગાંધીનગર, કોટેશ્વર મહાદેવના દર્શન