Rain In Coldwave : ગુજરાતીઓની હાલત હવે વધુ કફોડી થશે. કારણ કે, એક તરફ પહેલેથી જ કાતિલ ઠંડી આકરી બની છે. ત્યારે હવે હવામાન વિભાગની કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પડશે. આ વચ્ચે ઠંડીનો ચમકારો તો યથાવત રહેશે. પરંતું વરસાદ કારણે લોકોની હાલત વધુ કફોડી બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો સાથે જ બનાસકાંઠા અને પાટણમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તો આ દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાતિલ કોલ્ડવેવ ફરી વળશે. 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે, જેના કારણે ગુજરાતભરમાં કોલ્ડવેવ છવાશે. 24 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં આંશિક રાહત મળશે.


આ પણ વાંચો : 


અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આ દિવસે કડકડતી ઠંડીથી ગુજરાતને મુક્તિ મળશે


હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ 29 જાન્યુઆરીથી 3 થી 4 ડિગ્રી તાપમાં વધતા ફરી ઠંડીમાં વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ. પોરબંદર. ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવની આગાહી છે. જ્યારે કે, કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છએ. 


આજે તાપમાન ક્યાં કેટલું નોંધાયું
નલિયા. 5.8
ભુજ. 9.7
રાજકોટ. 8.7
પોરબંદર. 9
દિવ. 9.9
સુરેન્દ્રનગર. 9.9
કેસોદ. 8.9
ડીસા. 9.1
ગાંધીનગર. 9.2
અમદાવાદ. 10.4


આગામી 28 જાન્યુઆરીએ કમોસમી વરસાદની અગાહીના પગલે સાવચેતીના પગલાં લેવા તાકીદ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદથી પલળી ન જાય તે માટે સુરક્ષિત જગ્યાએ ખસેડવા તાકીદ કરાઈ છે. જિલ્લાના તમામ માર્કેટયાર્ડ તેમજ સબસેન્ટરો તેમજ અનાજભરીને જતા પરિવહનોને ડીઝાસ્ટર મામલતદાર દ્વારા પત્ર લખી માહિતગાર કરાયા.