મુસ્તાક દલ, જામનગર: તમારા ઘરે આવતું દૂધ પીતા પહેલા ચેતી જજો...! ક્યાંક આ દૂધ નકલી કે બનાવટી તો નથી ને, જી હા આવું જ નકલી દૂધ બનાવતી ફેક્ટરી એસઓજી પોલીસે જામનગર જિલ્લામાં ઝડપી પાડી છે. જ્યાં બનાવટી દૂધ બનાવી અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતાં હોવાની બાતમી મળતાની સાથે જ જામનગર એસ.ઓજી પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામે રેડ કરી નકલી અને બનાવટી દૂધ બનાવતી મીની ફેક્ટરી ઝડપી પાડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર એસ.ઓ.જી પોલીસને નકલી દૂધનો કારોબાર કરતા શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેના પગલે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના હરીપર (મેવાસા) ગામેથી બનાવટી દુધની મીની ફેકટરી જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી છે. SOG પોલીસે લાખોના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ઇસમોને કડક પાઠ ભણાવ્યો છે.

આ લાંબરમૂછિયા પટેલનો નિર્દોષ ચહેરો જોઇ છેતરાતા નહી, પૈસાદાર બનવા કર્યો આવો કાંડ


જામનગર SOG પોલીસને બાતમી હક્તિ મળેલ કે કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામે રહેતા રાજુભાઈ બટુકભાઈ ભારાઈ તથા તેનો માણસ ભલાભાઈ રમેશભાઈ મકવાણા પોતાના રહેણાક મકાનમાં માનવ જીંદગીની તંદુરસ્તી જોખમાય તે રીતે દુધમાં પાવડર તથા વનસ્પતિ ઘી ભેળસેળ કરી અખાધ્ય દુધ બનાવી એકત્રિત કરી તેનું વેચાણ કરે છે જેથી એ જગ્યાએ રેઇડ કરવા ફુડ ઇન્સપેકટર તથા તેમની ટીમને સાથે રાખી રેઈડ કરતા ત્યાંથી અખાધ્ધ દુધ બનાવવા માટેનો પાવડરના મોટા બાચકા નંગ ૧૭ તથા વનસ્પતિ ઘી ના ડબા નંગ-૪ર તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.૫,૩૪,૦૨૫/- નો જંગી મુદામાલ સીઝ કરી સેમ્પલો લઈ પુષ્કરણ અર્થે કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરવામાં આવેલ છે.

ગુજરાતમાં દારૂબંધીના નામે કાયદો છે કે મજાક? 2 વર્ષમાં 2 અબજ રૂપિયાનો દારૂ ઝડપાયો!


જામનગર એસ.ઓ.જી પોલીસે દરોડો પાડી નકલી દૂધના કાળા કારોબારને ઝડપી પાડ્યો છે અને નકલી દૂધની ફેક્ટરી ચલાવતા રબારી શખ્સની ધરપકડ કરી પોલીસે 760 લિટર નકલી દૂધ કબજે કર્યું છે. પોલીસે નકલી દૂધનો કાળો કારોબાર કરતા હરીપર મેવાસા ગામના રાજુ ભારાઇ નામના રબારી શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રાજુ ભારાઈની પૂછપરછ શરૂ કરી છે અને આ નકલી દુધ તે કોને કોને સપ્લાય કરતો હતો તેમજ તેની પાસેથી દૂધ ખરીદનાર નાના સપ્લાયારો કોને કોને દૂધ વેચતા હતા તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને FSL ની પણ મદદ લેવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube