આ લબરમૂછિયા પટેલનો નિર્દોષ ચહેરો જોઇ છેતરાતા નહી, પૈસાદાર બનવા કર્યો આવો કાંડ
આ લાંબરમૂછિયા યુવાનનો નિર્દોષ ચહેરો જોઈ કોઈ પણ થાપ ખાઈ શકે છે. આ યુવાનને તાત્કાલિક પૈસાદાર થવું હતું. જોકે અમીર બનવા આ યુવાને જે રસ્તો અપનાવ્યો છે તેની કરતૂતો આજે આ યુવાનને દમણની જેલ સુધી લઇ ગઈ છે.
Trending Photos
નિલેશ જોશી, દમણ: સંઘ પ્રદેશ દમણના સોમનાથ વિસ્તારમાં ખાનગી બેન્કના એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. દમણ પોલીસની નાઈટ પેટ્રોલિંગ અને એટીએમના વોચમેનની સમયસૂચકતાને કારણે એક મોટી ચોરી અટકી છે.
આ લાંબરમૂછિયા યુવાનનો નિર્દોષ ચહેરો જોઈ કોઈ પણ થાપ ખાઈ શકે છે. આ યુવાનને તાત્કાલિક પૈસાદાર થવું હતું. જોકે અમીર બનવા આ યુવાને જે રસ્તો અપનાવ્યો છે તેની કરતૂતો આજે આ યુવાનને દમણની જેલ સુધી લઇ ગઈ છે. પહેલા આ યુવાનની ઓળખ કરીએ તો દમણના ડાભેલ વિસ્તારમાં રહેતો આ યુવાનનું નામ જીગર પટેલ છે. સફળતાનો મંત્ર મહેનત છે. ત્યારે જીગરે અમીર બનવા એટીએમમાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. અને બે સગીરોને પણ પોતાની લૂંટ માટે તૈયાર કર્યા હતા. જોકે લૂંટમાં કોઈ રૂપિયા તો મળ્યા નથી અને હાલે જેલ ની હવા ખાવાનો વારો આવ્યો છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો સંઘપ્રદેશ દમણના સોમનાથ વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકના એટીએમ માં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. દમણના સોમનાથ વિસ્તારમાં આવેલી એચડીએફસી બેંકના એટીએમમાં કઈ શંકાસ્પદ હિલચાલ જણાતા આ કોમ્પ્લેક્સના સિક્યુરિટી ગાર્ડએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા તાત્કાલિક જ દમણ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં આરોપીઓમાં જીગર પટેલ અને 2 સગીરનો સમાવેશ થાય છે.
જોકે એટીએમ મશીન તોડી થયેલા ચોરીના પ્રયાસની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ ગઈ છે. આમ દમણ પોલીસ અને સિક્યુરિટી ગાર્ડની સતર્કતાને કારણે બેંકના એટીએમમાં રાખેલા લાખો રૂપિયાની ચોરી થતા બચી હતી.
જીગર અને તેના 2 સગીર સાગરીતો હાલે દમણ પોલીસ જેલની હવા ખાઈ રહયા છે. જીગર અને તેના સગીર મિત્રોને એટીએમ મશીનમાંથી કોઈ રૂપિયા તો મળ્યા નથી. પણ હવે ચોક્કસથી લાંબા સમય સુધી જેલવાસો ભોગવાનો વારો આવશે. એટીએમ તોડવાના કરેલ પ્રયાસ બદલ દમણ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હાલે દમણ પોલીસે ઝડપાયેલા આરોપીઓના ગુનાહિત ભૂતકાળ તપાસવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે