ગુજરાતીઓ સાવધાન! ચૂંટણીઓ પતી, નેતાઓની સભાઓ પતી, હવે જનતાનો નીકળશે `ખો`, એક્શન પ્લાન તૈયાર
દિવાળી બાદ વડોદરા, અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. વધતાં કેસના પગલે હવે તંત્ર એલર્ટ થયું છે અને લોકો કોવિડ ગાઈડલાન્સનું પાલન કરે તે સુનિશ્ચિત કરી રહ્યું છે.
રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોનામાં માસ્કનો મેમો આપવાની કામગીરી સસલાની ગતિએ ચાલી રહી હતી અને ચૂંટણી આવી જતાં પોલીસે આ કામગીરી કાચબાની ગતિએ કરી દીધી હતી. હવે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસ વધતા વડોદરા પોસીસ એક્શનમાં આવી ગઈ છે. હવે ‘સાહેબ દવાખાને જવું છે’, ‘મેડિકલ સ્ટોર પર દવા લેવા જઇ રહ્યો છું’, ‘સાહેબ સમજોને કંઈક, ચા-પાણીના લઇને જવા દો’ આવાં અનેક બહાનાં નહીં ચાલે. વડોદરા પોલીસ માસ્ક વગર નિકળતા વાહન ચાલકો પાસેથી હજાર રુપિયા દંડ વસુલશે. વડોદરા પોલીસે દંડ લેવાનું શરૂ કરી દીધું છે. હવે આજથી માસ્ક વિનાના લોકોને દંડ ફટકારવામાં આવશે.
કોરોના વાઇરસની મહામારીમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. અને જો કોઇએ માસ્ક પહેર્યું ના હોય તો પોલીસ તેને એક હજાર રૂપિયા દંડ કરીને મેમો આપે છે. માસ્કનો મેમો ના મળે તે માટે હવે લોકો અવનવાં બહાનાં કાઢી રહ્યા છે ત્યારે પોલીસ પણ તેમનાં બહાનાંને સમજી ગઇ છે.
કોણ બનશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ, કયા ઉમેદવારોનું કયા રાજનેતાઓ સાથે છે કનેક્શન!
દિવાળી બાદ વડોદરા, અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. વધતાં કેસના પગલે હવે તંત્ર એલર્ટ થયું છે અને લોકો કોવિડ ગાઈડલાન્સનું પાલન કરે તે સુનિશ્ચિત કરી રહ્યું છે. આ વર્ષે દિવાળીના તહેવારો પહેલા લોકોએ ધૂમ ખરીદી કરી હતી અને બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. જેનું પરિણામ હવે ધીમીધીમે સામે આવી રહ્યું છે. કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી બાજુ ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે તેને અટકાવા માટે હવે તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. લોકો ફરીથી માસ્ક પહેરતાં થાય અને કોરોનાની ગાઈડલાઈનનું કડકાઈથી પાલન થાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે.
કોરોના મહામારી સામે લડવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફરજિયાત માસ્ક અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે સરકારે વેપાર-ધંધા, ઉદ્યોગો ફરી શરૂ કરવાની તેમજ હરવા-ફરવા સહિતની તમામ છૂટ લોકોને આપી હતી. જોકે, કોરોનાનું જોર ઘટવા લાગ્યું તેમ લોકોએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થવાનું બંધ થઈ ગયું. લોકો બસ કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પણ માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. ત્યારે વડોદરા પોલીસ ફરીથી સતર્ક થઈ છે. પોલીસે આખા શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે અને માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ખોડલધામના નરેશ પટેલનું મોટું નિવેદન: 'ઘરની વાત ઘરમાં રાખજો અને કાળજું સિંહનું રાખો'
વડોદરા પોલીસનું જાહેરનામું
કોરોના મહામારી અને આગામી દિવસોના તહેવારને પગલે વડોદરા પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આવતીકાલથી ચાર જાન્યુઆરી સુધી જાહેરનામું લાગૂ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube