ખોડલધામ નરેશ પટેલના મોટા એંધાણ; કહ્યું- '2022માં સમાજે પોતાની શક્તિ બતાવવાની છે'

હાલ નરેશ પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેઓ છાણીના સપ્તપદી લોન્સ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓ ખોડલ ધામ મંદિર કામવડના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. પટેલ સમાજ માટે આમંત્રણ માટે તેઓ પધારી રહ્યા છે.

 ખોડલધામ નરેશ પટેલના મોટા એંધાણ; કહ્યું- '2022માં સમાજે પોતાની શક્તિ બતાવવાની છે'

હાર્દિક દિક્ષિત/ વડોદરા: ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ખોડલધામમાં પાટોત્સવની ઉજવણીનું આમંત્રણ આપવા ખોડલધામ મંદિરના ટ્રસ્ટી અને લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ હાલ સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ફરી રહ્યા છે. 

હાલ નરેશ પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેઓ છાણીના સપ્તપદી લોન્સ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓ ખોડલ ધામ મંદિર કામવડના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. પટેલ સમાજ માટે આમંત્રણ માટે તેઓ પધારી રહ્યા છે. જેના કારણે વડોદરામાં સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.

3 મહિનામાં પાટીદારોના કેસ પાછા ખેંચાઈ જશે
ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ  પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમને ખોડલધામ મંદિર કાગવડના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવાના મુદ્દે સીએમ ભુપેન્દ્રભાઈ  પટેલ સાથે નરેશ પટેલે ચર્ચા કરી છે. નરેશભાઈ  પટેલે કહ્યું કે, સીએમ ભૂપેન્દ્ર ભાઈ પટેલે તેમને આશ્વાસન આપ્યું છે કે 3 મહિનામાં પાટીદાર આંદોલન સમય થયેલા કેસ પાછા ખેંચાશે.

વધુમાં વધુ રાજ્યના યુવાનોને સરકારી નોકરી મળે એવા પ્રયાસ ખોડલધામ એ કર્યા છે. 2017માં 27 પીએસઆઈ ખોડલધામ સમાજએ તૈયાર કર્યા છે. સરદાર વલ્લભ ભાઈ પટેલે કહ્યું છે કે ઘરની વાત ઘરમાં જ રાખજો. 2022 માં સમાજે પોતાની શક્તિ બતાવવાની છે. રાજ્યમાં પેપર લીકની ઘટના વિશે નરેશ પટેલે જણાવ્યું હુતું કે આ એક દુઃખદ ધટના છે.

ખોડલ ધામ મંદિર કામવડના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે

ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ખોડલધામમાં પાટોત્સવની ઉજવણીનું આમંત્રણ આપવા ખોડલધામ મંદિરના ટ્રસ્ટી અને લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ સમગ્ર રાજ્યમાં ફરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે વિશ્વ ઝઝૂમતું હતું, એ સમયમાં ખોડલધામ સમિતિએ કોરોના યોદ્ધા તરીકે કામ કર્યું છે. ખોડલધામ જેટલું મારું છે એટલું જ તમારું છે. પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પંચવર્ષીય પાટોત્સવ યોજાશે, આ સમયે એકતાની શક્તિ બતાવવાની છે. 

તેમણે ઉમેર્યું હતું કે,ખોડલધામ સંસ્થા નથી એક વિચાર છે. યુવાનોને નિવેદન છે કે સંગઠનની જ્યોતને મજબૂતથી પકડી રાખજો. વિનંતી કરું છું કે ધંધા -રોજગાર બંધ રાખવા પડે તો પણ એક દિવસ માતાના પાટોત્સવમાં આવો. આવતાં અઠવાડિયે પાટોત્સવ માટે દક્ષિણ ગુજરાત, મુંબઈ, નવી મુંબઈ, પુના અને હૈદરાબાદ યાત્રા કરી આમંત્રણ આપવા જવાનો છું. 21 મી સદીમાં લેઉવા પટેલ માટે ખોડલધામનું ખૂબ મોટું સ્થાન છે. આપણે અંદર અંદર ઝઘડાના નિરાકરણ માટે સમાધાન પંચ ચાલુ કર્યું હતું જેના માધ્યમથી 2 હજારથી વધુ મામલાઓના સમાધાન થયા છે. સમાજના ઉત્તરોત્તર વિકાસ માટે રાજકોટ નજીક અમરેલી ગામ છે, સરકાર પાસેથી 50 એકર જમીન ખરીદી છે, જ્યાં શિક્ષણ અને આરોગ્ય માટે વ્યવસ્થા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news