પ્રશાંત ઢીવરે/સુરત: ટેક્સટાઇલ નગરી સુરતમાં રામાયણ સાડી બની છે. સુરતના સચીન સ્થિત કાપડ ફેક્ટરીમાં રામાયણ સાડી બનાવવામાં આવી છે. આ સાડી અયોધ્યા મોકલવામાં આવશે અને રામલલ્લાને આ સાડી સુપરત કરવામાં આવશે. સાડીમાં રામાયણના તમામ ઘટનાઓનું વર્ણન રામજન્મથી લઈ વનવાસ સીતાહરણ હનુમાન મિલાપ લંકા દહન અને અયોધ્યા વાપસીનું વર્ણન કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય રામમંદિરનું ઉદઘાટન થવા જનાર છે ત્યારે સૌ કોઈ આ ઉદઘાટનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ઉદઘાટનન પહેલા દેશભરમાં રામય વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરતના સચિન જીઆઇડીસીના કપડાના વેપારીએ રામાયણ પર જ આખી સાડી બનાવી કાઢી છે.


આ સાડીમાં રામ મંદિર ની આવૃત્તિ દર્શાવવામાં આવી છે. સાથે જ રામાયણમાં ઘડેલી તમામ ઘટનાઓ અંકિત કરવામાં આવી છે. સાથે જ રામ મંદિરથી લડાઈ લડનારાથી લઈ રામ મંદિર બનાવનારાઓનો નામ પણ અંકિત કરવામાં આવ્યો છે. રામ મંદિરના ઉદ્ઘાટન હવે ગણતરીના દિવસ બાકી છે.



દેશભરમાંથી રામ ભક્તો રામ મંદિરને લગતી અલગ અલગ આવૃત્તિઓ અંકિત કરી અત્યારથી જ ભક્તિમય વાતાવરણ ઊભું કરી રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.