• કાર્યકરે કોંગ્રેસને બતાવ્યો અરીસો, એવો કડવો ઘૂંટડો પીવડાવ્યો કે રાહુલ ગાંધી પણ વિચારતા થઇ જશે



વલસાડ : ઈલેક્શન મીટિંગો કરવાથી, ભાષણો કરવાથી, મોટી મોટી વાતો કરવાથી ના જીતાય. એના માટે તમારે કમ્પલસરી એક સ્ટ્રેટેજી બનાવવી પડે અને એ સ્ટ્રેટેજીને ઈમ્પ્લિમેન્ટ કરવી પડે, તો તમે ઈલેક્શન જીતી શકો. 2002થી ઉમરગામ તાલુકામાં વિધાનસભાનો ઉમેદવાર નક્કી નથી કરી શકતા. AICCના મેમ્બરો વલસાડ જિલ્લાના છે 2 જણા, એ લોકોને ખબર ના પડે કે ઉમરગામ તાલુકામાંથી કોણ વ્યક્તિ જીતી શકે? બહારનો પ્રભારી આવીને નક્કી કરશે કે ઉમરગામમાં MLA કોણ બનશે? મેન્ડેટ આવી જાય, ફોર્મ ભરી આવ્યા, 10 મિનિટમાં મેન્ડેટ કેન્સલ થઈ જાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્યકર્તાઓ કોની પાસે જવાના? તમે મને કહો આજે કોઈ અમને પ્રશ્ન પૂછે કે તમારી પાસે તાલુકા પંચાયત ના મળે, જિલ્લા પંચાયત ના મળે, નગરપાલિકા ના મળે, તમારી પાસે સીએમ ના મળે, તમારી પાસે વિરોધ પક્ષના નેતા ના મળે, તમે કરશો શું? વિકાસનાં કામ તમે લાવશો ક્યાંથી? કોઈ જવાબ છે? નથી. આપણે મીટિંગો કરીશું, મોટી મોટી વાતું કરીશું, કંઈ થવાનું નથી.


આજે કોમ્પેરીઝન કરોને ભાજપ અને કોંગ્રેસ કઈ જગ્યા પર છે તે? ભાજપ એક નંબર પર અને આપણે 100માંય ઝીરો પર નહીં મળીએ. કોંગ્રેસની અંદર વિભિષણ જ એટલા બધા છે કે પેલો એક ઓછો પડે. દરેક તાલુકામાં, દરેક જિલ્લાની અંદર આપડા માણસને જ કાપવાનો સૌથી પહેલો પ્રયત્ન કરે. તો પછી ભાજપ સામે કેમના લડવાના? સત્તા પર છો, બધાને સાથે રાખો. સૌનો સાથ, સૌનો વિકાસ કોંગ્રેસનું પણ સૂત્ર બનાવો અને રામનું નામ લો તો આગળ વધીશું. બાકી હિંદુત્વ એ લોકોનું થઈ ગયું અને આપણને સાઈડમાં કાઢી મુક્યા. ખોટું લાગ્યું હોય તો ભલે લાગ્યું હોય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube