વડોદરા :વડોદરામાં ખુલ્લેઆમ ગૌમાંસનો થતો વેપાર પકડાયો છે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં ગૌ માંસ વેચતા વેપારીઓ પકડાયા છે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં એક નાનકડા ઘરમાં ગૌમાંસ વેચાતુ હતું જેને પોલીસની ટીમે બાતમીના આધારે પકડી પાડ્યું છે. આ માટે બોરસદથી ગૌ માંસ ભરીને ટેમ્પો આવ્યો હતો. ત્યારે આ ઘટનાથી લોકોની લાગણી દુભાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસ્કારી નગરમાં ખુલ્લેઆમ ગૌમાંસ વેચાયુ છે. ગૌરક્ષકોએ આ વેપલાને ખુલ્લો પાડ્યો છે. વડોદરામાં ગૌ રક્ષક, ફતેગંજ પોલીસ અને પીસીબી પોલીસે સંયુક્ત રીતે નવાયાર્ડના એક નાનકડા ઘરમાં દરોડા પાડ્યા હતા. જેમાં ગૌમાંસ ઝડપાયુ હતું. પોલીસે ગૌ માંસ વેચતા 3 વેપારીઓની અટકાયત કરી છે. સાથે જ પોલીસે ગૌમાંસનું પગેરું ક્યાંથી આવ્યુ તે પણ ઝડપી પાડ્યું છે.



પોલીસની ટીમે ટેમ્પો ડ્રાઈવરની પણ અટકાયત કરી છે, જે બોરસદથી ટેમ્પો ભરીને ગૌમાંસ લાવ્યો હતો. પોલીસે દરોડા પાડીને 180 કિલો ગૌ માંસ ઝડપી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવાયાર્ડ વિસ્તારમાં અગાઉ પણ ગૌ માંસ વેચતા લોકો પકડાયા હતા. આ ઘટનાથી લોકોની લાગણી દુભાઈ છે.