લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા કોર્પોરેશને મતદારોને આકર્ષવાની મોટી લહાણી
કોર્પોરેશનમાં સામાન્ય રીતે ગુરૂવારે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળે છે. પરંતુ લોકસભાની ચૂંટણીને લઈ કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગુરૂવારના બદલે મંગળવારે જ બોલાવવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 46 કામોની દરખાસ્ત લાવવામાં આવી જેને માત્ર એક કલાકમાં જ ચર્ચા કરી મંજુરી આપી દેવામાં આવી છે.
રવિ અગ્રવાલ/વડોદરા: કોર્પોરેશનમાં સામાન્ય રીતે ગુરૂવારે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળે છે. પરંતુ લોકસભાની ચૂંટણીને લઈ કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગુરૂવારના બદલે મંગળવારે જ બોલાવવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 46 કામોની દરખાસ્ત લાવવામાં આવી જેને માત્ર એક કલાકમાં જ ચર્ચા કરી મંજુરી આપી દેવામાં આવી છે.
કોર્પોરેશને લોકસભાની ચૂંટણી પહેલા 350 કરોડથી વધુના વિકાસના કામોને એક ઝાટકે મંજુરી આપી રીતસરના મતદારોને આકર્ષવાની કોશિશ કરી છે. આટલું જ નહી સ્માર્ટ સિટી અંતર્ગત પણ સ્માર્ટ સિટી કંપનીએ કરોડો રૂપિયાના કામો મંજુર કર્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષ પટેલે કહ્યું કે, ચૂંટણીને કારણે કરોડોના કામો મંજૂર કર્યા એવું નથી બધા પેન્ડિંગ કામો એક સાથે આવતા મંજૂર કાર્ય છે. પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કામોથી લોકોને જ ફાયદો થશે.
સિટી ક્લિન એર એક્શન પ્લાન માટે આ નગરપાલિકાએ વિશ્વ બેંક પાસેથી લેશે સહાય
- સ્ટેન્ડીંગ કમિટીએ કયાં કામો મંજુર કર્યા
- ડ્રેનેજ અને વરસાદી ગટરના- 135 કરોડના પ્રોજેકટ
- વુડા વિસ્તારમાં આવેલા ભાયલીમાં સ્ટ્રીટ લાઈટ માટે 3.10 કરોડનો પ્રોજેકટ
- આર.સી.સી બાંકડા પાછળ 1.60 કરોડ રૂપિયા
- રોડ પ્રોજેકટ શાખા માટે 13.28 કરોડ રૂપિયા
- એફોર્ડેબલ હાઉસીંગ માટે 151.84 કરોડ રૂપિયા
- પાણી પુરવઠા, આરોગ્ય શાખા તેમજ અન્ય કરોડોના વિકાસના કામો
- શહેરમાં ટાઉન વેન્ડીંગ સમિતીને પણ અપાઈ મંજુરી
સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કરોડો રૂપિયાના કામો મંજુર કરી દેવાતા વિપક્ષ લાલઘુમ થયું છે. કોર્પોરેશનના વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવએ 350 કરોડના વિકાસના કામો મંજુર કરી દેવાતા સવાલો ઉઠાવ્યા છે. સાથે જ શહેરીજનોને મૂર્ખ બનાવવાનો શાસકોનો પ્રયાસ હોવાનો આક્ષેપ કર્યો છે.
નાણાં ધીરનારની હત્યા, ઓફિસમાં ધૂસી ત્રણ શખ્શોએ કર્યું અંધાધૂત ફાયરિંગ
મહત્વની વાત છે કે, કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીએ કરોડોના કામોને મંજુરી આપી વિપક્ષ પાસેથી વિકાસના કામો નથી થતા તે મુદ્દો જ છીનવી લીધો છે. સાથે જ મધ્યમવર્ગ અને ગરીબોને ખુશ કરવાવો પ્રયાસ કર્યો છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કોર્પોરેશનના શાસકોનો આ પેતરો ચૂંટણીમાં કેટલો ફાયદો પહોચાડે છે તે જોવું રહ્યું.