સિટી ક્લિન એર એક્શન પ્લાન માટે આ નગરપાલિકાએ વિશ્વ બેંક પાસેથી લેશે સહાય

મહાનગર પાલિકા શહેરના વિકાસના કામો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મળતા ભંડોળ નિર્ભર હોય છે. જોકે હાલમાં જ સુરત મહાનગરપાલિકા બોન્ડ દ્વારા પણ ફંડ મેળવ્યું હતું. ત્યારે મહાનગર પાલિકાએ આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહકારથી કોઈ પણ ખર્ચ કર્યા વગર સિટી ક્લીન એર એકશન પ્લાન તૈયાર કરાવવાનું આયોજન કર્યું છે. હવાની ગુણવત્તા સુધારવા માટેના તેમના જુદા જુદા સાત વિભાગોના પ્રોજેક્ટો પાછળ ધારણાને આધારે તૈયાર કરેલા અંદાજીત રૂપિયા 1925 કરોડના ખર્ચ માટે વિશ્વ બેંક પાસે સહાય મેળવવા તૈયારી પાલિકાએ કરી છે.

સિટી ક્લિન એર એક્શન પ્લાન માટે આ નગરપાલિકાએ વિશ્વ બેંક પાસેથી લેશે સહાય

તેજશ મોદી/સુરત: મહાનગર પાલિકા શહેરના વિકાસના કામો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મળતા ભંડોળ નિર્ભર હોય છે. જોકે હાલમાં જ સુરત મહાનગરપાલિકા બોન્ડ દ્વારા પણ ફંડ મેળવ્યું હતું. ત્યારે મહાનગર પાલિકાએ આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહકારથી કોઈ પણ ખર્ચ કર્યા વગર સિટી ક્લીન એર એકશન પ્લાન તૈયાર કરાવવાનું આયોજન કર્યું છે. હવાની ગુણવત્તા સુધારવા માટેના તેમના જુદા જુદા સાત વિભાગોના પ્રોજેક્ટો પાછળ ધારણાને આધારે તૈયાર કરેલા અંદાજીત રૂપિયા 1925 કરોડના ખર્ચ માટે વિશ્વ બેંક પાસે સહાય મેળવવા તૈયારી પાલિકાએ કરી છે.

કેન્દ્રના પર્યાવરણ મંત્રાલય દ્વારા રાષ્ટ્ર કક્ષાએ નેશનલ ક્લિન એર પ્રોગ્રામ બનાવાઇ રહ્યો છે. જેમાં દેશના 102 વાયુ પ્રદુષણથી પ્રભાવિત શહેરોને આવરી લેવાનો લક્ષ્ય છે. ન્યૂયોર્કમાં 70 ટકા વાયુ પ્રદુષણ ઘટાડવાની કામગીરી કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્લૂમબર્ગ ફિલેન્થ્રોપ્સીના આર્થિક સહયોગથી ભારતની અગ્રણી રિસર્ચ સંસ્થાઓ દિલ્હીની ટેરી અને ડબલ્યુઆરઆઈ-આઈના ટેક્નિકલ સહયોગથી વાયુ પ્રદુષણ માટે પાર્ટીક્યુલેટ મેટર પીએમ 10 અને પીએમ2.5 ના ઉદ્દભવ સ્થાનોની ચકાસણી નિયમન અભ્યાસ તેમજ ક્લિન એર એક્શન પ્લાન તૈયાર કરવા માટે પાલિકાને ઓફર કરવામાં આવી છે. 

પાલિકાએ આ પ્રોજેક્ટા માટે સ્થાયી સમિતિની મંજુરી માંગી હતી. જેને મંજુરી આપી દેવામાં આવી છે. મનપા જીપીસીબીને સાથે રાખીને સુરત સિટી ક્લિન એર એકશન પ્લાન તૈયાર કરશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના 6 ઓક્ટોબર 2018ના હુકમથી શહેરમાં હવાની ગુણવત્તા જાળવવા સુરતે પણ એર એકશન પ્લાન રજુ કરવાનો છે. હવાની ગુણવત્તામાં સુધારો લાવવા પાલિકાએ જુદા જુદા 7 વિભાગોના પ્રોજેક્ટો માટે રૂપિયા 1925 કરોડનો અંદાજ માંડ્યો છે.

નાણાં ધીરનારની હત્યા, ઓફિસમાં ધૂસી ત્રણ શખ્શોએ કર્યું અંધાધૂત ફાયરિંગ

અમદાવાદ કોર્પોરેશને આવા પ્રોજેક્ટો માટે ઓછા વ્યાજે રૂપિયા 7 હજાર કરોડના સહાય માટે વલ્ડ બેંક સાથે કરાર કર્યા છે. તે રીતે પાલિકા પાસે પણ વલ્ડ બેંકે ઓફર મંગાવી છે. પાલિકાએ ભંડોળ મેળવવા રાજ્ય તથા કેન્દ્ર સરકાર મારફતે પ્રોજેક્ટોની પ્રપોઝલ તથા ડીપીઆર તૈયાર કરી ને રાજ્ય તથા કેન્દ્ર સરકારની નાણાંકીય સહાયને પ્રાધાન્ય આપશે. 

1925 કરોડના વિવિધ પ્રોજેક્ટો માટે વર્લ્ડ બેંક પાસે ઓછા વ્યાજે સહાય માંગવામાં આવશે તેમાં

  • ગાર્ડન વિભાગના બાયોડાયવર્સિટી પાર્ક માટે 108 કરોડ,
  • બીઆરટીએસ વિભાગના ગ્રીન મોબિલિટી માટે 115 કરોડ,
  • ડ્રેનેજ વિભાગના રિસાયક્લિંગ ટ્રીટેડ વોટર રોડ પર છંટકાવ માટે 10 કરોડ,
  • સોલિડ વેસ્ટ વિભાગ એફિસીએન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ માટે 220 કરોડ,
  • રોડ વિભાગના શહેરમાં રોડ નેટવર્ક વિકસાવા 500 કરોડ,
  • બ્રિજ વિભાગ હેઠળ વિવિધ પ્રકારના બ્રિજ નિર્માણ માટે 600 કરોડ,
  • ટ્રાન્ઝીટ વિભાગના હયાત ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાને સુદ્દઢ કરી ગ્રીન મોબીલીટી પ્રસ્થાપિત કરવાનું કામ 372 કરોડ ના ખર્ચે કરવાનો અંદાજ છે. 

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીનું વિવાદિત નિવેદન, ‘રાહુલ ગાંધી ચોર કંપનીના વડા’

સુરત મહાનગરપાલિકા દ્વારા 1925 કરોડના પ્રોજેક્ટો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે પણ ભંડોળ માંગવામાં આવશે અને જો બાદમાં જરૂર જણાશે તો વિશ્વ બેંક પાસે સંબંધિત પ્રકલ્પો માટે ભંડોળ મેળવવા કાર્યવાહી કરવા કમિશનરને અધિકૃત કરવા માટે સ્થાયી સમિતિએ મંજુરી આપી દીધી છે. ત્યારે જોવાનું એ છે કે, સુરતના હવા પ્રદૂષણને ઘટાડવામાં પાલિકાને સફળતા મળે છે કે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news