હમ ભી હૈ જૌશ મેં ! પાટીલના 5 લાખથી વધુની લીડનો ટાર્ગેટ પૂરો કરીશું, કોંગ્રેસનો આટલી સીટનો દાવો
ગુજરાતમાં 25 લોકસભા સીટ પર આવતીકાલે મત ગણતરી થવાની છે. મત ગણતરી પહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોત-પોતાની જીતના દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સમગ્ર ચિત્ર તો મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે.
અમદાવાદઃ એક્ઝિટ પોલ અનુસાર કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. બીજી તરફ ગુજરાતમાં ગણતરીના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને એકાદી બેઠકનું નુકસાન થવા જઈ રહ્યું છે. જોકે, આ બધા વચ્ચે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના જીતના દાવા કરી રહ્યા છે. મતગણતરીના એક દિવસ પહેલાં ઉમેદવારોના દાવાઓમાં કેટલો છે દમ જુઓ આ રિપોર્ટમાં
હારજીતના દાવા કોના પડશે સાચા..?
કોંગ્રેસના ઉમેદવારની જીત થશે કે પછી ભાજપના ઉમેદવારની જીત?
આ સવાલનો જવાબ તો આવતી કાલે જ મળશે પરંતુ, એ પહેલાં ઉમેદવારોમાં જોશ હાઈ છે. પોત પોતાના રાજકીય ભવિષ્યને લઈને ઉમેદવારો નિશ્ચિત જોવા મળી રહ્યા છે. ભાજપના ઉમેદવારો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના 5 લાખથી વધુની લીડ સાથેની જીતના ટાર્ગેટને પૂરો કર્યો હોવાનો દાવો કરી રહ્યા છે અને મોદી સરકાર ફરીથી દેશમાં શાસન કરશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસ પણ 4થી 4 બેઠકો જીતવાના દાવા કરી રહી છે હવે આવતીકાલે તમામ સવાલોનો ખુલાસો થઈ જશે કે કોણ કોની પર ભારે પડ્યું છે.
આ પણ વાંચોઃ ભ્રષ્ટ મનસુખ અને મુકેશ સસ્પેન્ડ! સાગઠિયાની ખૂલતી એક બાદ એક પોલ, જાણો દરેક વિગત
તો બીજી તરફ કોંગ્રેસમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો પોતાની જીતને લઈને અલગ જ આત્મવિશ્વાસમાં છે. કોંગ્રેસના ઉમેદવારો દાવો કરી રહ્યા છેકે, પ્રજા હવે ભાજપના શાસનથી કંટાળી ચૂકી છે એટલા માટે હવે કોંગ્રેસને પસંદ કરશે.
એક્ઝિટ પોલ પ્રમાણે તો મોદી સરકાર ફરીથી કેન્દ્રમાં બનવા જઈ રહી છે પરંતુ, જ્યોતિષશાસ્ત્ર લોકસભાની ચૂંટણીને લઈને શું કહે છે તેને લઈને ZEE 24 કલાકની ટીમે જ્યોતિષ સાથે ખાસ વાતચીત કરી, જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તાનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે. જ્યોતિષાચાર્ય અને એક્ઝિટ પોલમાં તો મોદી સરકારને સ્પષ્ટ બહુમત મળ્યું. હવે આવતી કાલે શું આ આગાહી હકીકતમાં બદલશે કે નહીં એ જોવું રહ્યું.