ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા ગુજરાતની ચાર સીટો પર કોંગ્રેસેના ઉમેદવાર જાહેર
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા ગુજરાતની ચાર લોકસભાની સીટો પર ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ પશ્રિમ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરની સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી છે.
અમદાવાદ: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા ગુજરાતની ચાર લોકસભાની સીટો પર ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ પશ્રિમ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરની સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી છે.
આણંદ લોકસભાની સીટ પરથી ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની ટીકીટ આપવામાં આવી છે. અમદાવાદ વેસ્ટમાંથી રાજુ પરમારને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે વડોદરાની સીટ પરથી પ્રશાંત પટેલને લોકસભાની ચૂંટણીની ટીકીટ આપવામાં આવી છે. જ્યારે છોટા ઉદેપુર બેઠક પરથી રણજીત મોહનસિંહ રાઠવાને ટીકીટ આપવામાં આવી છે.
ગુજરાત સિવાય ઉત્તર પ્રદેશની પણ 11 જેટલી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થયા પહેલા કોંગ્રેસના ઉમેદવારો જાહેર થવાની આ પહેલી ઘટના હશે.
રાજકારણમાં એન્ટ્રી ફાઇનલ: પાટીદાર નેતા હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસમાં જોડાશે
ભરતસિંહ સોલંકીની થઇ હતી 2014માં હાર છતા કરાયા રીપીટ
આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને લોકસભાની ટીકીટ આપવામાં આવી છે. જેમની 2014માં હાર થઇ હોવા છતા તેમને 2019ની લોકસભાની ચૂંટણીમાં ફરી વાર ટીકીટ આપીને રીપીટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે, કે 2014ની લોકસભાની ચૂંટણીમાં આણંદ બેઠક પરથી દિલીપ પટેલ 490829 વોટ મેળવી વિજયી થયા હતા. જ્યારે ભરતસિંહ સોલંકી 427403 વોટ મેળવી હાર્યા હતા. છતા આ વખતે તેમને ફરી રીપીટ કરવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, સોનિયા-રાહુલ આ સીટ પરથી લડશે ચૂંટણી
વડોદરા બેઠક પરથી યુવા નેતા પ્રશાંત પટેલને મળી ટીકીટ
કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી જેમાં વડોદરા બેઠક પરથી પ્રશાંત પટેલને ટીકીટ આપવામાં આવી છે. આ બેઠક પરથી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી વોટ સાથે વિજય થયા હતા. પીએમ મોદી આ બેઠક પરથી 845464 વોટ સાથે જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મધુસુધન મિસ્ત્રી 275336 વોટ મેળવી હાર્યા હતા.
અમદાવાદ પશ્ચિમ પરથી રાજુ પરમારને મળી ટીકીટ
લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અમદાવાદ વેસ્ટમાંથી રાજુ પરમારને ટીકીટ આપવામાં આવી છે. 2014માં આ સીટ પરથી ભાજપના ડો. કીરીટ સોલંકી 617104 વોટથી વિજયી થયા હતા. જ્યારે કોંગ્રેસમાઁથી ઇશ્વરભાઇ મકવાણા 296793 વોટ મેળવીને હાર્યા હતા.