ઝી બ્યુરો/સુરત: કામરેજના રત્નકલાકારે ઊંચા પગારે નોકરીની લાલચ આપી મોટાવરાછાની યુવતી સાથે મિત્રતા કેળવી વરાછા-કામરેજની હોટલોમાં વારંવાર લઇ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. નરાધમ અશ્લીલ ફોટાં પાડી બ્લેકમેલ પણ કરતો હોય આખરે સમગ્ર મામલો ઉત્રાણ પોલીસમાં પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરકાંઠામાં જોવા મળ્યું ટ્રેલર, ફિલ્મ તો કાલે રાજકોટમાં દેખાશે! ઉગ્ર આંદોલનની ચીમકી


સુરતના મોટાવરાછા ખાતે રહેતી 25 વર્ષીય યુવતી મુળ ભાવનગરની વતની છે. યુવતી ખાનગી બેંકમાં લોન એજન્ટ તરીકે જોબ કરે છે. કામરેજમાં રહેતા ભાવેશ બલદાણિયા સાથે તેનો પરિચય થયો હતો. ભાવેશે મીઠી- મીઠી વાતો કરી વિશ્વાસ કેળવી યુવતી સાથે મિત્રતા કરી હતી. મેસેજ કે કોલ કરી તેઓ સતત સંપર્કમાં રહેતા હતા. ત્યારબાદ વાતચીતમાં ભાવેશે ઊંચા પગારે નોકરીની લાલચ આપી યુવતીને પાર્લે પોઈન્ટ ખાતે અંબાજી મંદિર પાસે મળવા બોલાવી હતી. ત્યાંથી તે યુવતીને વરાછા પોલીસ મથક પાસે મિલેનિયમ હોટલમાં લઇ ગયો હતો. 


ગુજરાતમાં નેતાઓના વર્ચસ્વની લડાઈમાં BJPના ઘરમાં કજિયાં, 8 સીટ પર ખખડી રહ્યા છે વાસણો


અહીં પ્રેમસંબંધ રાખવા દબાણ કરી ભાવેશે બળજબરી કરી યુવતી સાથે દુષ્કર્મ કર્યુ હતુ. યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો પણ મોબાઈલમાં પાડી લીધા હતા. આ રીતે વારંવાર બ્લેકમેલ કરી ભાવેશ યુવતી સાથે શરીર સંબંધ બાંધતો હતો. વધુમાં ભાવેશના આ પાપમાં તેની બહેન જાગૃતિ પણ ભાગીદાર બની હતી. નરાધમ ભાઈને મદદ કરી જાગૃતિ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને ભાવેશ પાસે જવા મજબૂર કરતી હતી.


1 રૂપિયા પર પહોંચી ગયો હતો અનિલ અંબાણીની કંપનીનો આ શેર, 2300% ની આવી તોફાની તેજી


"ભાવેશ તારા પ્રેમમાં પાગલ છે, તે જિદ્દી સ્વભાવનો છે, તું ભાવેશ પાસે નહિ જાય તો તે સ્યુસાઇડ કરી લેશે" એવી પણ તે પીડિતાને ધમકી આપતી હતી. ભાવેશ બાદમાં પીડિતાને કામરેજ ખાતે સિગ્નેટ મોલમાં આવેલી નેક્ષા હોટલમાં બોલાવી હતી. જ્યાં બળજબરી કરી ઓરલ સેક્સ અને બાદમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ હતુ. યૌન શોષણથી કંટાળીને પીડિતાએ ભાવેશને બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ ચંદુ બલદાણિયા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પીડીતને મેસેજ આવ્યા હતા. ચંદુએ ભાવેશથી છૂટકારો મેળવવા માટે બોમ્બે માર્કેટ પાસે આવેલા તાંત્રિક વિજય પાસે જવા સલાહ આપી હતી. 


ZeroPe: અશનીર ગ્રોવરની નવી કંપની, સારવાર માટે આપશે 5 લાખ રૂપિયાની ઇન્સ્ટન્ટ લોન


આ તાંત્રિક વિજયે ભાવેશનું વશીકરણ કરવું પડશે, તને કાયમી છૂટકારો મળશે એવી વાર્તા કરી પીડિતા પાસે રૂા. 2.53 લાખ પડાવી લીધા હતા. આ રીતે પીડિતા દુષ્કર્મ, ચીટિંગનો ભોગ બની હતી. ઉત્રાણ પોલીસે ભાવેશ દુલા બલદાણિયાની ધરપકડ કરી હતી. જ્યારે તેની બહેન જાગૃતિ બલદાણિયા, ચંદુ બલદાણિયા અને કથિત તાંત્રિક વિજય જોષીની શોધખોળ શરૂ કરી હતી.


આ પાટીદાર યુવકને FBI એ મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો છે, 9 વર્ષથી કોઈ અત્તોપત્તો નથી