ચિરાગ જોશી/ડભોઇ : અધિકારીઓની મનમાની વિજય રૂપાણી સરકારમાં ખુબ જ વધી ગઇ હોવાના આરોપો વારંવાર લાગતા રહ્યા હતા. જો કે હવે સમગ્ર મંત્રિમંડળમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓને બદલી નંખાયા છે ત્યારે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ડભોઇમાં મોટું નિવેદન આપ્યું હતું. ત્રિવેદીએ કહ્યું કે, અધિકારીઓએ હવે ભૂલનો દંડ ભોગવવો પડશે. અધિકારીઓએ પ્રજાલક્ષી કામ કરવા પડશે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આકસ્મિક સરકારી કચેરીઓની મુલાકાત લેશે. આ ઉપરાંત ધારાસભ્યો કલેકટર ઓફિસની બહાર હવે નહીં ઉભા રહે. સીધા જ કલેક્ટર ઓફીસની અંદર જઇ શકશે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવા જણાવ્યું હતું. કોર્ટમાં ચાલતા ખોટા સાક્ષીઓને પ્રાધાન્ય નહીં આપવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BHAVNAGAR: યુરિયાના સંયમિત ઉપયોગ માટે ખુદ આરોગ્ય મંત્રીએ ખેડૂતોને આપવી પડી સલાહ


તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના મંત્રી મંડળથી લઈને મુખ્યમંત્રી પદ માટે અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવા ચહેરા મંત્રી તરીકે લોકો ઓળખે તે માટે હવે પણ આશીર્વાદ યાત્રા સમગ્ર ગુજરાતભરના મંત્રીઓની આગેવાની હેઠળ કાઢવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે વહેલી સવારથી વડોદરા જિલ્લામાં કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષ સ્થાનમાં જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી હતી. 


પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને શ્રેષ્ઠ કેળવણી પુરી પાડવાનું સરકારનું આયોજન


જેમાં સમી સાંજે વડોદરાના ડભોઇ ખાતે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષતામાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા આવી પહોંચી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ડભોઇ યુવા મોરચા દ્વારા થરવાસા ચોકડી ખાતે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ રેલી સ્વરૂપે નીકળી આંબેડકર ચોક ખાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા વડોદરા જિલ્લા પ્રમુખ અશોક પટેલ સાવલી અને કરજનના ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના યુવા તેમજ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 


JAMNAGAR: ચેકડેમ પરથી પસાર થઇ રહેલા બે લોકોના ડૂબી જવાને કારણે મોત


ડભોઇ કોલેજ ગ્રાઉન્ડ ખાતે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં હવે ગુજરાત રાજ્યમાં કોઈપણ કલેકટર મામલતદાર નાયબ કલેકટર જો ભૂલ કરશે તો તેનો દંડ ચૂકવવો પડશે સાથે જ ખાતાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. સાથે સાથે હવે ગુજરાતનો કોઈપણ ધારાસભ્ય કલેકટર તેમજ નાયબ કલેકટરના ચેમ્બરની બહાર નહીં ઉભોરે તેવું સ્પષ્ટ વલણ બતાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube