ઝી ન્યૂઝ/ગાંધીનગર: પાર-તાપી રિવર લિંક યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાર-તાપી રિવર લિંક યોજના હવે રાજ્ય સરકાર રદ કરશે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના લોકોએ આ વિશે રજૂઆત કરી હતી. સ્થાનિકોએ સી.આર.પાટીલ, CMને રજૂઆત કરી હતી. રિવરલિંક યોજના શક્ય ન હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આદિવાસી સમાજના હિતમાં રાજ્ય સરકાર આ યોજનાને રદ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાર-તાપી યોજના અંગે આદિજાતિ બાંધવોના પ્રશ્નો અને રજૂઆતોનું નિવારણ લાવવા માટે એક હિતકારી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુચિત પાર-તાપી યોજના અંગે આદિજાતિ બાંધવોના પ્રશ્નો–રજૂઆતોનું  નિવારણ લાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, પાર-તાપી યોજના અંગેની આદિજાતિ બાંધવોની રજૂઆતો અને સમસ્યાઓને સંપૂર્ણપણે સમજીને તેમના હિતમાં હોય તેવું નિરાકરણ લાવીશું. 


મુખ્યમંત્રીએ આ સંદર્ભે રાજય સરકાર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે, તેવી આદિજાતિ સમાજને ખાતરી આપી અને જણાવ્યું કે, રાજય સરકાર આદિજાતિઓના હિતોની રક્ષા માટે સદૈવ કટિબદ્ધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube