લગ્નમાં રોલા પાડવા માટે મોંઘી કાર મંગાવી રહ્યા હો તો સાવધાન! ખાસ વાંચો આ અહેવાલ
આરટીઓ દ્વારા રોડ ઉપર ચેકીંગ ચાલતું હતું, તે દરમિયાન સાણંદમાંથી મોડીફાઇડ લીમોઝિન કાર જપ્ત કરવામાં આવી છે. જોકે આરટીઓના નિયમ પ્રમાણે કોઈ વાહનને મોડીફાઇડ કરી ન શકાય. જોકે આરટીઓ ઇન્સપેક્ટર દ્વારા ચેકીંગ દરમિયાન મોડીફાઇડ લીમોઝિન ડિટેઇન કરીને અમદાવાદ આરટીઓ કચેરી લઈ આવવામાં આવી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : આરટીઓ દ્વારા રોડ ઉપર ચેકીંગ ચાલતું હતું, તે દરમિયાન સાણંદમાંથી મોડીફાઇડ લીમોઝિન કાર જપ્ત કરવામાં આવી છે. જોકે આરટીઓના નિયમ પ્રમાણે કોઈ વાહનને મોડીફાઇડ કરી ન શકાય. જોકે આરટીઓ ઇન્સપેક્ટર દ્વારા ચેકીંગ દરમિયાન મોડીફાઇડ લીમોઝિન ડિટેઇન કરીને અમદાવાદ આરટીઓ કચેરી લઈ આવવામાં આવી છે.
કોંગ્રેસમાં નેતા એટલા ફાટા: બે ઉચ્ચ પદસ્થ નેતાઓ નવા નિમાયેલા નિરીક્ષકની સામે જ બાખડ્યાં !
ઉલ્લેખનીય છે કે સાણંદ પાસેના ગામમાં લગ્ન પ્રસંગમાં ભાડે આપવામાં આવી હતી. જો કે વરઘોડીયાને મૂકીને પરત ફરી રહી હતી. તે સમયે આરટીઓ ઈસ્પેક્ટરની નજર પડી અને કારને રોકી કાર્યવાહી શરૂ કરી. પરંતુ લગ્ન પ્રસંગમાં આરટીઓના નિયમ વિરુદ્ધ તૈયાર થયેલ ગાડીનો ઉપયોગ કરી શકાય નહી. તમે પણ જો આવી કાર લગ્નમાં દેખાવ કરવા માટે બુક કરાવી હોય તો ચેતી જજો નહી તો પૈસા પણ જશે અને વરરાજા રસ્તા પર રઝળી પડશે.
Valsad માં એકલા રહેતા વૃદ્ધને લૂંટારુઓએ ટાર્ગેટ કર્યાં, આંખમાં કેમિકલ નાંખી લૂંટ કરી
પંજાબ પાસિંગની PB 10 CY 3300 નંબરની ગાડી દેખાઇ હતી. જેમા ઓડીનો સિમ્બોલ લગાવવામાં આવ્યો હતો. જોકે તપાસ કરતા સામે આવ્યું કે, ટાટા સુમોમાંથી ગાડી મોડીફાઇડ કરીને તૈયાર કરવામાં આવી હતી. આ કાર લગ્ન પ્રસંગમાં 40,000 રૂપિયા પ્રતિ દિવસ લેખે ભાડે આપવામાં આવતી હતી. આ કારમાં લક્ઝુરિયસ સુવિધાઓ આપવામાં આવતી હતી. જેમાં 5 સ્ટાર હોટલને પણ શરમાવે તેવી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. કારને જોઈને લોકો આકર્ષાય તેવા પ્રકારે બહાર પણ પણ ગાડીને સજાવવામાં આવી હતી.
ગાંધીજીના પોરબંદરની એક નગરપાલિકા વારંવાર ભ્રષ્ટાચારના કારણે આવે છે ચર્ચામાં, જાણો શું છે સમગ્ર વિવાદ
અમદાવાદ આરટીઓ બી. વી લીંબાસિયાએ જણાવ્યું હતું કે મોડીફાઇડ લીમોઝિન કાર રજિસ્ટ્રેશન કરાયું નથી. ચેકીંગ દરમિયાન આરસી બુક, પીયૂસી ડ્રાઇવર પાસે નહી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે કારણે ગાડીને ડિટેઇન કરવામાં આવી છે. આરટીઓમાં કારના પુરાવા રજૂ કરવા પડશે. ત્યાર બાદ કાર છોડાવી શકાશે. જો પુરાવા રજૂ નહિ કરે તો કાર આરટીઓમાં જ જમા રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube