ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના ગુલીબાજ તલાટીઓ માટે હવે સાવધાન થઈ જવાની જરૂર છે. તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાની વિભાગને ફરિયાદો મળી હતી. જે સંદર્ભે તલાટીઓની હાજરીને લઇને વિકાસ કમિશ્નરે એક પત્ર જાહેર કર્યો છે. જેમાં તલાટીઓએ રજા પર જતાં પહેલાં તાલુકા વિકાસ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી જરૂરી બનાવી દેવામાં આવી છે. એક કરતાં વધુ ગામો ફાળવેલ હોય તો ગામો વચ્ચે સરખા દિવસો વહેંચીને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અસલી ખેલ તો હવે શરૂ થશે; જાણો અંબાલાલ પટેલની ઘાતક અતિવૃષ્ટીની આગાહી


ગ્રામ પંચાયતના તલાટી કંમ મંત્રી પ્રજા અને સરકાર વચ્ચે ખુબ જ મહત્વની કડી છે. ત્યારે વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને ગુલ્લીબાજ તલાટીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. તલાટી કમ મંત્રીઓ હાજર નહિ રહેતા સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોચાડવામાં મુશ્કેલી પડી રહી છે. તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીને ગામની આકસ્મિક મુલાકાત લેવા સૂચના પણ આપવામાં આવી છે. અધિકારીઓએ મુલાકાત દરમિયાન તલાટી ગેરહાજર હોય તો તાકીદ કરી રજા કપાત કરવા સૂચના અપાઈ. જો રજા જમા ન હોય તો બિન પગારી રજા ગણવા માટેની સૂચના અપાઈ છે અને બીજી વખત ગેરહાજરીની ઘટનામાં કારણદર્શક નોટિસ આપી શિષ્ટ વિષયક કાર્યવાહી કરાશે.


આ તક છોડવા જેવી નથી! ગુજરાત સરકારે ફરી ઉમેદવારો માટે ખોલ્યો સરકારી નોકરીનો પટારો


હવેથી તલાટી કમ-મંત્રીએ સરકારના કામકાજના દિવસોમાં રજા પર જતા પહેલા જે તે તાલુકા વિકાસ અધિકારીની પુર્વ મંજુરી મેળવવી પડશે. અનિવાર્ય કારણોસર સેજામાં હાજર રહી શકે તેમ ન હોય તો તેઓએ તે અંગેની જાણ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને તે જ દિવસે કરવાની રહેશે.


વરસાદની કઈ રીતે થાય છે આગાહી: હવામાન વિભાગ અંબાલાલ પટેલ કરતાં પણ છે અત્યાધુનિક


વિકાસ કમિશનરે બહાર પાડેલો પરિપત્ર