ઝી બ્યુરો/ગીરસોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થ ના બૂકીગ ના નામે ઓનલાઇન ચીટરો દેશ વિદેશના ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે. જ્યારે લોકો સોમનાથનું બુકિંગ google કરે છે ત્યારે વિવિધ વેબસાઈટમાં અનેક ખોટા એકાઉન્ટ બનાવેલ ચીટરો શ્રદ્ધાથી સોમનાથ આવનાર ભાવિકો બુકિંગના નામે છેતરી રહ્યા છે. ત્યારે આ બાબતે હવે લોકોએ જાગૃત થવાની તાતી જરૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'આ 'વાવનું ખેતર' ગુલાબભાઈ ને કાયમી લખી આપ્યું નથી, માત્ર 3 વર્ષ અડાણું આપીએ છીએ પછી


દુનિયામાં આધુનિક ટેકનોલોજી એ લોકોને અનેક સુવિધા ઉભી કરી છે. ત્યારે એ સુવિધા ને અમુક ઠગ લોકો ધંધાનું સાધન બનાવી અને લોકોને છેતરી રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ  સોમનાથ કે જેમના અધ્યક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટી અમિત શાહ છે. આમ છતાં આ ટ્રસ્ટના નામે પણ ચીટરો સતત ભાવીકો ને ઓનલાઈન ઠગી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર જ દેવકી નામની એક મહિલાએ અમદાવાદના એક વ્યક્તિ સાથે થયેલ બુકિંગના નામે ચીટીંગનો વિડીયો વાયરલ કર્યો હોય જેનાથી લોકોમાં જાગૃતિ લાવવાનો તેમનો સુંદર પ્રયાસ છે.


પ્રેમ પ્રકરણમાં કરૂણ અંજામ! માતા-પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો, જાણો શું બની ઘટના?


તો છત્તીસગઢના દિનેશ નામના એક વ્યક્તિને સોમનાથ આવવું હતું ત્યારે તેણે ગૂગલ પર સોમનાથ સર્ચ કર્યું. ત્યારે તેને અનેક નામો અનેક કયુ આર કોડ પર પૈસા મોકલવાનું જણાવેલ.. ત્યારે આ જાગૃત યુવાને વિચાર્યું કે સોમનાથ જેવું તીર્થધામ અને એમાં કોઈ એક જ વ્યક્તિના નામે વ્યવહાર કેમ કરવો? ત્યારબાદ તેણે સોમનાથ ટ્રસ્ટની ઓફિસિયલ વેબસાઈટ somnath.org વેબસાઈટ પર બુકિંગ કરી અને પોતે આબાદ છેતરાતા બચ્યા હતા. આમ ઓનલાઈન પર વ્યહવાર કરવો જેમા"સાવચેતી જ સલામતી" એ સૌ લોકો માટે અનીવાર્ય છે.


રાજકોટમાં આ રોગોથી હાહાકાર! કોરોનાની જેમ લોકોને લઈ રહ્યો છે ભરડામાં! હોસ્પિટલ ઉભરાઈ


તો આ બાબતે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણેક વર્ષ અગાઉ થી ઓનલાઇન બુકિંગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયું છે. ત્યારે અમે લોકોને દરેક રીતે સાવચેત કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આમ છતાં આવા ફ્રોડ બાબતે 250 થી વધુ પોલીસ ફરિયાદો પણ કરી ચૂક્યા છીએ. સોમનાથ માં (સોમનાથ ડોટ ઓઆરજી) ઓફિસિયલ વેબસાઈટ સિવાય કોઈપણ પ્રકારે મોબાઈલ નંબર પર. google pay. ક્યૂઆર કોડ. કે કોઈપણ વ્યવહારો કે બુકિંગો કરાતા નથી જેથી સોમનાથ આવનારા ભાવિકોએ (સોમનાથ ડોટ ઓઆરજી) સિવાય કોઈપણ પ્રકારે વ્યવહારો ન કરવા તેવૂ અમારું નમ્ર સૂચન છે.


ફરી સુરતમાં મોટી દુર્ઘટના ટળી; જો જીમ ચાલું હોત તો લાશોનો ઢગલાં થાત! બે મહિલાના મોત