ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં સમલૈંગિક સબંધોની આળમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. ગે કોન્ટેકની એપ્લિકેશનથી સમલૈંગિક સબંધ ધરાવવા ઇચ્છુક વ્યક્તિને અવાવરૂ સ્થળે લઇ જઇને તેની સાથે લૂંટ ચલાવી હતી. ત્યારે કોણ છે આ બે શખ્સો અને કઇ રીતે આપ્યો લૂંટને અંજામ.


  • રાજકોટમાં લૂંટારૂ બેલડી સકંજામાં

  • સમલૈગિંક સબંધની આળમાં ચલાવી લૂંટ.

  • લૂંટ કરી ફરાર બંન્ને શખ્સોને પોલીસે દબોચ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સોને જુઓ તેના નામ છે રૂદ્ર ઉર્ફે પ્રતિકગિરી ગોસ્વામી અને રાજદિપગિરી ગોસ્વામી. આ બંન્ને શખ્સો પર આરોપ છે એક વ્યક્તિ સાથે લૂંટ ચલાવવાનો..રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 23 વર્ષીય યુવાને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે 20 ઓક્ટોબરના રોજ સમલૈંગિક સબંધ બાંધવાનું કહીને નવા 150 ફુટ રિંગરોડ પર લઇ જઇને આ જ બે શખ્સોએ તેના મોબાઇલ ફોન અને એક હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. યુવકની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ બંન્ને શખ્સોને પકડી પાડ્યા હતા


કઇ રીતે ચલાવી લૂંટ
પોલીસના કહેવા પ્રમાણે ભોગ બનનાર યુવક સમલૈંગિક સબંધો ધરાવે છે.થોડા દિવસ પહેલા સમલૌંગિક સબંધો અંગેની હી-સે નામની એપ્લિકેશનમાં ભોગ બનનાર યુવકને રૂદ્ર નામના યુવાન સાથે સંપર્ક થયો હતો.બંન્ને વચ્ચે મોબાઇલ ફોન નંબરની આપ લે થઇ હતી.ગત 20 સપ્ટેમ્બરના રોજ રૂદ્ર ભોગ બનનાર યુવકને બસ સ્ટેન્ડ નજીક મળવા માટે આવ્યો હતો અને તેની સાથે તેનો મિત્ર રાજદિપ પણ હતો.રૂદ્ર અને ભોગ બનનાર યુવક વચ્ચે શારિરીક સબંધ માટે જવાનું નક્કી થયું. 


રૂદ્ર અને રાજદિપ બંન્ને ભોગ બનનાર યુવકને નવા 150 ફુટ રિંગરોડ તરફ લઇ ગયા અને ત્યાં અવાવરૂ સ્થળ પર જઇને તેને માર મારવા લાગ્યા.દરમિયાન રાજદિપ અને રૂદ્રએ લૂંટ પણ ચલાવી.લૂંટ કર્યા બાદ કટારિયા ચોકડી તરફ જ્યારે ભોગ બનનાર યુવકને લઇ જતા હતા ત્યારે યુવક આ બંન્ને લૂંટારૂઓની ચુંગાલમાંથી ચાલુ બાઇકે કૂદકો લગાવીને કુદી પડ્યો હતો અને ત્યાંથી નાસી છુટીને પોલીસનો સંપર્ક કર્યો હતો.


હાલ તો પોલીસે આ લૂંટારૂ બેલડીને પકડી પાડી છે.પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ બંન્ને શખ્સોએ અન્ય કોઇ લૂંટ ચલાવી છે કે કેમ.સોશિયલ મિડીયાની લ્હાયમાં કેટલાક લોકો અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મુકી દેતા હોય છે અને તેના કારણે જ તેઓ ભોગ બનતા હોય છે.આ કિસ્સો એવા લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકી દેતા હોય છે