ખળભળાટ! બે પ્રેમીઓએ ષડયંત્ર રચી વૃદ્ધાનું ઢીમ ઢાળ્યું, પુછપરછમાં સનસનાટી મચાવતી સામે આવી સ્ટોરી
ભચાઉના માંડવી ચોકમાં ઘરેથી ગુમ થયેલા વૃદ્ધા જેઠીબેન આનંદીભાઈ ગાલા જૈનની શહેરના વિશાલ કોમ્પ્લેક્સની દુકાનમાંથી સુટકેશની અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો. તેમની હત્યા કરીને લાસ સુટકેશમાં ભરી દેવામાં આવી હતી.
નિધિરેશ રાવલ/ગાંધીધામ: વોંધડાના બે પ્રેમીઓએ ષડયંત્ર રચી ભચાઉની વૃદ્ધાનુ ઢીમ ઢાળી દીધું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બન્ને ઝડપી પાડી પુછપરછ કરતા સનસનાટી મચાવતી સ્ટોરી બહાર આવી હતી.
વધુ એક પરિવારનો સામુહિક આપઘાત : સુરત બાદ બનાસકાંઠામાં ચાર લોકોએ ડેમમાં ઝંપલાવ્યું
ભચાઉના માંડવી ચોકમાં ઘરેથી ગુમ થયેલા વૃદ્ધા જેઠીબેન આનંદીભાઈ ગાલા જૈનની શહેરના વિશાલ કોમ્પ્લેક્સની દુકાનમાંથી સુટકેશની અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો. તેમની હત્યા કરીને લાસ સુટકેશમાં ભરી દેવામાં આવી હતી. આ હૃદય હચમચાવતી ઘટના બાદ પોલીસ એકશનમાં આવી અને આરોપીઓનું પગેરૂ દબાવવા કાર્યવાહી હાથ ધરી હતી.
'ઘરમાં પતિ પીચકારી મારે તો સીધા દોર કરજો, સંઘવીએ કહ્યું; જો જરૂર પડે તો મને કહેજો'
જેમાં પોલીસે 170 સીસીટીવી કેમેરાના 2000 કલાકના ફૂટેજ ચેક કરીને વૃદ્ધાની હત્યા કરનાર રાજુ ગણેશા છાંગા આહીર ઉંમર વર્ષ 21 રહે. આહિરવાસ વોંઘડા અને રાધિકા વેરશી છાંગા ઉંમર વર્ષ 22 રહે. વોંઘડાને ઝડપી પાડ્યા હતા. તેમણે પોલીસ સમક્ષ હત્યાની કબુલાત કરતા કહ્યું હતું કે તેઓ બંને દોઢ વર્ષથી પ્રેમ કરતા હતા. કુટુંબિક સગા થતા હોવાથી તેમના લગ્ન શક્ય ન હોય તેઓએ છોકરી સળગીને મરી ગઈ છે. તેઓએ પ્લાન બનાવ્યો હતો.
ગુજરાતની ઊંચી ઉડાન! આ શહેરમાં બનશે વિમાનો, આટલા સમયમાં બે ડઝનથી વધારે વિમાન બનાવશે
અગાઉ સામખયારીના કબ્રસ્તાનમાંથી હાડકા કાઢ્યા હતા પણ તેમાં સફળતા ન મળતા તેમણે બીજો પ્લાન કે છોકરીની હાઈટ મુજબની કોઈ મહિલાને શોધીને તેમની હત્યા કરીને તેની લાશ સળગાવીને છોકરી આત્મહત્યા કરી છે તેવું સાબિત કરવા માટેનો પ્લાન બનાવ્યો હતો અને મકાન ભાડે જોઈએ છે તેવું કહીને માંડવી ચોકમાં ગયા હતા. ત્યારબાદ વૃદ્ધાની તલાશ કરીને તેમની હત્યા નિપજાવીને મૃતદેહને સુટકેશમાં ભરીને વિશાલ કોમ્પલેક્ષમાં ઓફિસની અંદર રાખી દીધો હતો.
કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા
વૃદ્ધા ગુમ થયા હતા એટલે પોલીસ પણ ઠેર ઠેર અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી રહી હતી. જેના કારણે દુકાનમાંથી મૃતદેહને બહાર કાઢવો તેમના માટે મુશ્કેલ થઈ ગયો હતો. એ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસની 10 ટીમોએ ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યા હતા.
લૂંટારુઓની પિસ્તોલ સામે પોલીસની લાકડીએ રંગ રાખ્યો! અમદાવાદમાં મોડીરાત્રે મોટો કાંડ