લૂંટારુઓની પિસ્તોલ સામે પોલીસની લાકડીએ રંગ રાખ્યો! અમદાવાદના પોશ વિસ્તારમાં મોડીરાત્રે મોટો કાંડ

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં દિવાળી અગાઉ જ લૂંટની ઘટના બની હતી. આનંદનગરના 100 ફૂટ રોડ પર આવેલ શેલ પેટ્રોલ પંપમાં ગઈ મોડી રાત્રે પિસ્ટલની નોક પર બે લૂંટારાએ ઓફિસમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન તેમજ રોકડની લૂંટ ચલાવી હતી.

લૂંટારુઓની પિસ્તોલ સામે પોલીસની લાકડીએ રંગ રાખ્યો! અમદાવાદના પોશ વિસ્તારમાં મોડીરાત્રે મોટો કાંડ

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં પેટ્રોલ પંપમાં પિસ્ટલથી લૂંટ ચલાવીને ભાગતા લૂંટારૂઓને આનંદનગરના 2 પોલીસકર્મીએ ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડયા છે. લૂંટારુઓ પોલીસકર્મીને પિસ્ટલ દેખાડતા હાથ પર લાકડી મારી પોલીસ કર્મીએ જીવના જોખમે પકડી પાડ્યા છે. 

લૂંટારો ફિલ્મી ઢબે પિસ્ટલ દેખાડીને લૂંટ ચલાવી
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં દિવાળી અગાઉ જ લૂંટની ઘટના બની હતી. આનંદનગરના 100 ફૂટ રોડ પર આવેલ શેલ પેટ્રોલ પંપમાં ગઈ મોડી રાત્રે પિસ્ટલની નોક પર બે લૂંટારાએ ઓફિસમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન તેમજ રોકડની લૂંટ ચલાવી હતી. ત્યારે લૂંટ સમયના આ દ્રશ્યો પેટ્રોલ પંપમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. સીસી ટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે આ લૂંટારો ફિલ્મી ઢબે પિસ્ટલ દેખાડીને લૂંટ ચલાવી રહ્યા છે. 

 દોઢ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરીને,,,
આ લૂંટ કર્યા બાદ લૂંટારુઓએ ભાગતા ત્યારે જ આનંદનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓ એક રાજેશ નંદાણીયા અને બીજા વીરેન્દ્રસિંહ રાઠોડ પેટ્રોલિંગમાં હતા અને ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે જ ટોળું જોઈને હતું કે લૂંટ થઇ છે ત્યારે લૂંટારુઓ જે તરફ ભાગ્યા ત્યારે એની પાછળ ભાગ્યા હતા. લૂંટારુનું બાઈક ચાલુ ન થયું ત્યારે એનો દોઢ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરીને એક લૂંટારુ ગાર્ડનમાં બેઠેલા એક દંપતીને પિસ્ટલ દેખાડીને બાઈક માંગી રહ્યા હતા. ત્યારે જ બંને લૂંટારુએ બંને પોલીસ કર્મીઓને પિસ્ટલ દેખાડી તેમ છતાં જીવના જોખમે પોલીસની લાઠી મારીને બંનેને લૂંટારુને પોલીસ કર્મી રાજેશ નંદાણીયા અને બીજા વીરેન્દ્રસિંહ રાઠોડ દબોચી લીધા હતા અને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

બિહારથી સિકંદર સહાનીએ મંગાવી હતી પિસ્ટલ 
તમે જોઈ શકો છો કે આનંદનગર પોલીસેની ગિરફ્તમાં ઉભેલા આ લૂંટારુઓના નામ છે વકીલ સહાની, સંજય સહાની આ બન્ને આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં અલગ અલગ મજૂરી કરે છે અને આરોપીઓની પૂછપરછ બિહારથી સિકંદર સહાનીએ આ પિસ્ટલ મંગાવી હતી અને સિકંદર સહાનીએ લૂંટના સ્થળની રેકી કરી હતી. લૂંટના સ્થળ પર હાજર હતો, ત્યારે જીવના જોખમે બંને પોલીસ કર્મીએ સરાહનીય કામગીરી કરતા રાજેશ નંદાણીયા અને બીજા વીરેન્દ્રસિંહ રાઠોડને પોલીસ અધિકારી દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news