અંબાજી: અંબાજીમાં 7 દિવસ ચાલનારા ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે. મોટી સંખ્યામાં પગપાળા આવતા સંધના લોકો આજે અંબાજી સુધી પહોચી ગયા છે. અને માં અંબાના મંદિરમાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો દેખાઇ રહ્યો છે. છઠ્ઠા દિવસે 2 લાખ 42 હજાર 925 ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. જ્યારે આ છ દિવસમાં કુલ 22 લાખ 9 હજાર 459 ભક્તોએ દર્શન કર્યા હતા. છઠ્ઠા દિવસે પ્રસાદના 2 લાખ 86 હજાર 342 પેકેટ્સનું વિતરણ થયું છે. જ્યારે છ દિવસમાં કુલ 20 લાખ 74 હજાર 602 પ્રસાદના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદમાં પણ અવિરત રહ્યો અંબાજીમાં ભક્તોનો પ્રવાહ, 19 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન


ચાચર ચોકમાં ભક્તોનો ઘોડાપૂર 
મોટી સંખ્યામાં મા અંબેના ચાચર ચોકમાં ભક્તો ઉમટી પડ્યા છે. સુરક્ષાના હેતુથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંદિર દ્વારા શરૂકરવામાં આવેલી નિ:સુલ્ક સેવાનો છઠ્ઠા દિવસે 38 હજાર 350 લોકોએ લભા લીધો હતો. અત્યાર સુઘી 3 લાખ 8 હજાર 514 ભક્તોએ લાભ લીધો છે. છઠ્ઠા દિવસની ભંડાર અને ગાદીની આવક રૂપિયા 23 લાખ 41 હજાર 524 થઈ છે. સાત દિવસની કુલ આવક રૂપિયા 1 કરોડ 59 લાખ 9 હજાર 647 થઈ છે. સોનાની પણ ભેટ ચઢાવવામાં આવી છે. મા અંબેના ધામમાં 6 હજાર 373 ધજા ચડાવવામાં આવી છે.