નવરાત્રિના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભદ્રકાળી મંદિરે દર્શન કરી આરતી ઉતારી
ભદ્રકાળી મંદિર પરિસરમાં નિર્ણયનગર ગ્રુપના 60 ખેલૈયાઓ દ્વારા દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. અહીં ટ્રેનિશનલ ડ્રેસ પહેરી ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી.
અમદાવાદઃ આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યભરમાં કોરોનાને કારણે આ વખતે ગરબાના મોટા આયોજનો થવાના નથી. શેરી ગરબાની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. દર વર્ષે જીએમડીસી ગ્રાઉન્ડમાં નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે તેનું આયોજન થયું નથી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ નોરતાએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી મંદિર પરિસરમાં આરતી કરી હતી. અહીં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભદ્રકાળી મંદિર પરિસરમાં નિર્ણયનગર ગ્રુપના 60 ખેલૈયાઓ દ્વારા દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. અહીં ટ્રેનિશનલ ડ્રેસ પહેરી ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. ઐશ્વર્યા મજુમદારના સ્વરમાં ગરબાની મજા માણી હતી. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓએ ગરબા નિહાળ્યા હતા. આ દરમિયાન ભાજપના કોર્પોરેટરો સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.
રાજ્યમાં આજથી ગરબાની રમઝટ
મુખ્યમંત્રીએ સાંજે 7.30 કલાકે ભદ્રકાળી મંદિર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના આગમનને કારણે રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે રાજ્યમાં આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. કોરોનાને ધ્યાનમાં રાખી નાના-નાના આયોજનોને છૂટછાટ આપવામાં આવી છે. જેથી શેરી અને સોસાયટીઓમાં ગરબાના આયોજન કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube