ઉદય રંજન/અમદાવાદઃ ભાજપના કચ્છના વરિષ્ઠ નેતા જયંતી ભાનુશાળીની હત્યાના સંદર્ભે ગુરુવારે પોલીસે છબીલ પટેલના ફાર્મ હાઉસમાં કામ કરતા રાહુલ પટેલ અને નીતિન પટેલની ધરપકડ કરી હતી. રેલવે પોલીસ દ્વારા શુક્રવારે આ બંને આરોપીઓને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં તેમને 7 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે પોલીસે જુદા-જુદા 20 કારણો રજૂ કરીને રાહુલ અને નીતિનની પુછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેની સામે કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. 


જયંતી ભાનુશાલી હત્યાઃ શાર્પ શૂટરના CCTV ફૂટેજ બહાર આવ્યા


પોલીસે રિમાન્ડ માટે રજૂ કરેલા કારણ


  • શાર્પ શૂટર 12 દિવસ સુધી છબીલ પટેલના ફાર્મમાં રોકાયા હતા 

  • શાર્પશૂટરને રહેવા અને વાહનની સગવડ આપી રાહુલ અને નીતિને કરી આપી હતી 

  • આ બંને આરોપીઓએ શાર્પશૂટરને ભૌગોલીક સ્થિતીનો પરિચય કરાવ્યો હતો

  • આરોપીઓ શાર્પ શૂટરની સાથે રાત-દિવસ રહેતા હતા અને ભાનુશાળીની રેકી કરવામાં પણ મદદ કરી હતી 

  • આરોપીઓએ શાર્પ શૂટરને જયંતી ભાનુશાળીની હત્યાને અજામ આપવામાં સાથ આપ્યો હતો


હિટ એન્ડ રન: ટેમ્પાની ટક્કરે બાઇક સવાર 20 ફૂટ ફંગોળ્યો, ઘટના CCTVમાં કેદ


ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને આખી રાત પુછપરછ કરી હતી. પુછપરછ કર્યા બાદ શુક્રવારે તેમને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતા. આ બંને આરોપી જયંતી ભાનુશાળીની હત્યાના મુખ્ય કાવતરાખોર છબીલ પટેલના ખાસ માણસો હતો અને એટલા માટે જ તેમને શાર્પ શૂટરને મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આથી, તેમની પાસેથી ઘણી બધી માહિતી બહાર આવી શકે એમ છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...