Bharat Bandh 2024 LIVE Updates: ભારત દેશના નામદાર સર્વોચ્ચ અદાલત ની સાત જજોની બંધારણીય પીઠ દ્વારા, SC/ST અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદિત ચુકાદાને રદ કરવાની માંગ સાથે આજે 21 ઓગસ્ટ ભારત બંધનું એલાન જાહેર કર્યું છે,ભારતબંધના અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા ભારતબંધના નિર્ણયને,ગુજરાતના વિવિધ પ્રમુખ સંગઠનો એ ખુલ્લું સમર્થન અને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે,જેના ભાગરૂપે મોડાસા,ભિલોડા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં સવારથી બંધને સફળ બનનાવા વેપારીઓ સહિત લોકો સ્વયંભૂ બંધ પાડી,બંધ ને સમર્થન કરી રહ્યા છે,સાથે સંગઠનો ના આગેવાનો ભારત બંધ માં જોડાવવા અને સફળ બનાવવા લોકોને અપીલ કરી રહ્યા છે. બંધના એલાનને લઈ જિલ્લાના નગર અને શહેરોમાં ઠેર ઠેર પોલીસનો સઘન અને ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની આ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીના સિલેબસમાં ફેરફાર;રામ મંદિર સહિત આ કેસ ભણાવાશે


સુરત જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
સુરત જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો, બહુમત આદિવાસી વસ્તી ધરાવતો ઉમરપાડા, મહુવા, માંડવી તાલુકામાં ભારત બંધના એલાનને સજ્જડ બંધ જોવા મળ્યું, વેપારીઓ, દુકાનદારોએ, બજારો બંધ રાખી સમર્થન આપ્યું હતું. તો જીલ્લા ના કેટલાંક વિસ્તારમાં બંધની નહીવત અસર જોવા મળી. દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ ચુકાદા નો વિરોધ શરૂ થયો છે. જેના પગલે આપવામાં આવેલ ભારત બંધના એલાનને પગલે સુરત જિલ્લામાં મિક્ષ પ્રતિસાદ જોવા મળ્યો. સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યું છે. તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. 


દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR)ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યં છે. ભારત બંધના એલાનને સુરત જિલ્લાના બહુલ આદિવાસી વિસ્તાર ઉમરપાડા, માંડવી, મહુવા, અરેઠ વિસ્તારમાં બંધ સંપૂણ સજ્જડ બંધ જોવા મળતા સારો પ્રતિસાદ મળ્યો હતો. ઉંમરપાડા ટાઉન અને કેવડી ટાઉન સંપુર્ણ બંધ રહ્યું હતું. મહુવા નું અનાવલ સહિત અનેક વિસ્તારો બંધ, માંગરોળ નું ઝંખવાવ, વાંકલ બજાર બંધ રહ્યું, માંડવી નું અરેઠ માંડવી નગર બંધ રહ્યું, આમ બહુલ આદિવાસી વિસ્તાર સંપૂર્ણ બંધ ની અસર જોવા મળી, અને લોકો સ્વેચ્છિક આ બંધમાં જોડાયા હતા. અને સવારથી બજારો સૂમસામ જોવા મળી રહી છે. ભારત બંધ માં અનેક સામાજિક સંગઠન, પક્ષ પાર્ટી ના કાર્યકરો આગેવના જોડાયા હતા. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વિસ્તારમાં પોલીસ દ્વારા પણ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 


ગુજરાતમાં આ રોગ 101 લોકોને ભરખી ગયો: 164 લોકો સંક્રમિત, 88 બાળકો હતા હોસ્પિટલમાં!


જામનગરમાં પણ ભારત બંધના પડઘા
સુપ્રીમ કોર્ટના ચૂકાદાને અનુલક્ષીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા આ ચૂકાદાના વિરોધમાં દેશ વ્યાપી ભારત બંધનું એલાન કરીને આ વિરોધમાં જોડાવા માટે આહવાન કર્યુ છે. ત્યારે જામનગરમાં પણ આ ભારતબંધના એલાનના પડઘા પડ્યા છે. સમગ્ર દેશમાં એસસી - એસટી સમાજમાં આવતી જાતિઓને સંવિધાનમાં અપાયેલા અધિકારોને ધીરે ધીરે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તન કરી રહ્યા છે. આવા સમયે મનુવાદી માનસિકતા ધરાવતી કેન્દ્ર સરકાર અને અન્ય મનુવાદી પાર્ટીઓ ખતરામાં આવી જતા એસસી એસટી સમાજને બંધારણમાં અપાયેલા અધિકારોથી વંચિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.


અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજને દેશવ્યાપી ભારત બંધના એલાનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ ‘નીકલો બહાર મકાનો સે, જંગ લડો બેઈમાનો સે….’ ના નારા સાથે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજ મોટી સંખ્યામાં આ વિરોધમાં જોડાયો હતો.સુપ્રિમના ચૂકાદા દ્વારા એસસી એસટી સમાજના અધિકારોમાં તરાપ મારી જાતિમાં ઉંચ-નીચના વર્ગીકરણ કરી, આદિવાસીઓ અને દલિતોના અધિકારોને હડપ કરવાના આ ચૂકાદાના વિરોધમાં જામનગરના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજ એક દિવસ ધંધા-રોજગાર બંધ રાખી આ બંધના એલાનમાં જોડાયા હતાં. 


પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?


નર્મદા જિલ્લા ના રાજપીપલા શહેર માં મિશ્ર પ્રતિસાદ 
SC-ST સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગસ્ટ ભારત બંધ ના એલાનમાં અંબાજી થી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નામ. સુપ્રિમ કોર્ટના અનુસુચિત જાતિ અને જનજાતિ ને આપવામાં આવેલ આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજય સરકારો ને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો અમે વિરોધ કરાયો છે. જોકે આ બંધ ને નર્મદા જિલ્લા ના રાજપીપલા શહેર માં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો ત્યારે નર્મદા જિલ્લાના કેવડિયા,ગરુડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારા સજ્જડ બંધ રાખવામાં રાખવામાં આવ્યું હતું અને સાથે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ આ તમામ જિલ્લા ના લોકો એ સાથ સહકાર આપવામાં આવતા અને એકતા બતાવા બદલ આભાર માન્યો છે. 


આ શાપિત નદીઓના સ્પર્શ માત્રથી નષ્ટ થઇ જાય છે પુણ્ય, બગડી જાય છે વિચારેલા કામ!


વલસાડ જિલ્લામાં બંધની અસર 
વલસાડ SC/ST અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અનામત બચાવ સંઘર્ષ સમિતી દ્રારા સમગ્ર દેશ માં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં બંધની અસર માત્ર એક જ તાલુકામાં જોવા મળી જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજ દ્રારા આ બંધ ને સમર્થન આપવામાં આવ્યું અને ધરમપુર તાલુકા ખાતે સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યું હતું ત્યારે જિલ્લાના અન્ય તાલુકામાં બંધ ની નહિવત અસર જોવા મળી હતી. SC અને ST અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો વિરોધમાં માત્ર ધરમપુર તાલુકાના લોકોએ સમર્થ આપતા જોવા મળ્યા હતા. તો ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજ દ્રારા રેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે ધરમપુર તાલુકા ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે dysp સહિત નો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો કેટલી ખુલ્લી દુકાનો બંધ કરાવવા પહોચેલા આદિવાસી સમાજ સાથે પોલીસ નું ઘર્ષણ જોવા મળ્યું હતું. 


લીંબોળી કરાવશે તગડી કમાણી! ગુજરાતની હજારો મહિલાઓના જીવનમાં મીઠાશ લાવ્યો લીમડો