ઝી ન્યૂઝ/અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહી ગયા છે, ત્યારે આજે કોંગ્રેસ માટે સારા સમાચાર મળી રહ્યા છે. થોડા સમય પહેલા ભરતસિંહ સોલંકીએ રાજકીય સંન્યાસની જાહેરાત કરીને કોંગ્રેસને ચોંકાવી દીધી હતી. પરંતુ જાણે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો રાજકીય વનવાસ પૂર્ણ થયો હોય તેવા એંધાણ મળી રહ્યા છે. ભરતસિંહ સોલંકીને પોતાની પત્ની સાથે વિવાદ બા તેમણે સક્રિય રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આજે માધવસિંહ સોલંકીની જન્મતિથિએ ભરતસિંહનો રાજકારણમાં સક્રિય થવાનો ઈશારો કર્યો છે. ભરતસિંહ સોલંકી હવે ચૂંટણી પહેલા ટૂંક સમયમાં સક્રિય રાજકારણમાં પરત ફરે તેવી શક્યતા દેખાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી થોડા સમય પહેલા નાની યુવતી સાથે લગ્નેત્તર સંબંધોનો વીડિયો વાયરલ થતા જ પત્રકાર પરિષદ કરીને રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. રામાયણમાં ભરતને કારણે શ્રીરામને ફાળે વનવાસ આવ્યો હતો. પરંતુ અહી તો ભરતને જ ભાગે વનવાસ આવ્યો હતો. જોકે, ચર્ચાની વાત તો એ છે કે, ભરતસિંહે પત્રકાર પરિષદમાં ફરીથી લગ્ન કરવાની પણ ઈચ્છા દર્શાવી હતી. 


ભરતસિંહ રાજકીય સંન્યાયની જાહેરાતથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. એક સમયે ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના સર્વેસર્વા ગણાતા હતા. તેમજ હાઈકમાન્ડ માટે નજીકના નેતા હતા. ભરતસિંહનો રાજકીય બ્રેક કેટલો રહેશે તે ખબર નહોતી, પણ અચાનક જાહેરાતથી કોંગ્રેસમા હડકંપ મચી ગયો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા ખુબ ઓછો સમય બાકી છે. ભરતસિંહ સોલંકીનું ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતા નેતા મનાય છે. એટલું જ નહીં, ઓબીસી મતદારોમાં મોટો પ્રભાવ ધરાવે છે. ભારતસિંહ સોલંકી મોટુ ફેક્ટર હતા. 


ઉલ્લેખનીય છે કે, ભરતસિંહ સોલંકીનુ લગ્ન જીવન લાંબા સમયથી ચર્ચામાં રહ્યુ હતું. તેમની પત્નીના જાહેરમાં અનેક આક્ષેપોને કારણે કોંગ્રેસની છબીને કારણે પક્ષને સીધી રીતે નુકસાન થઈ રહ્યુ હતું. તેથી આખરે તેમણે એક્ટિવ પોલિટિક્સમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. સક્રિય રાજકારણમાંથી એસસીએ એસટી દલિત માઈનોરિટીને સંલગ્ન કામ કરતા રહેશે તેવુ તેમણે જણાવ્યું હતું. જોકે, ભરતસિંહ સોલંકી ફરી એકવાર સક્રિય રાજકારણમાં પરત ફરશે તેવા એંધાણ જ કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube