ભરતસિંહનું વેકેશનના બહાને સંપર્ક અભિયાન? જો કે બેનરથી માંડી ખેસ સુધી કોંગ્રેસની બાદબાકી!
સક્રિય રાજકારણથી થોડા સમય માટે દુર એવા ભરતસિંહ સોલંકી આજે હિંમતનગરની મુલાકાતે પહોચ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ ઓબીસી સમાજ સાથે સંવાદ કર્યો હતો. દરેક સમાજ સાથે મળવાનું ઊંઝાથી શરુ કર્યું છે. થોડા સમય અગાઉ ભરતસિંહ સોલંકીના વિડીઓ વાઈરલ થયા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યુ હતુ કે, રાજકારણમાંથી ટેમ્પરરી સ્ટોપ ગેપ લઈ રહ્યો છે ત્યારે આજે હિંમતનગરના પરબડામાં ઓબીસી સમાજ સાથે સંવાદ કરવા આવ્યા હતા.
મહેસાણા : સક્રિય રાજકારણથી થોડા સમય માટે દુર એવા ભરતસિંહ સોલંકી આજે હિંમતનગરની મુલાકાતે પહોચ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ ઓબીસી સમાજ સાથે સંવાદ કર્યો હતો. દરેક સમાજ સાથે મળવાનું ઊંઝાથી શરુ કર્યું છે. થોડા સમય અગાઉ ભરતસિંહ સોલંકીના વિડીઓ વાઈરલ થયા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યુ હતુ કે, રાજકારણમાંથી ટેમ્પરરી સ્ટોપ ગેપ લઈ રહ્યો છે ત્યારે આજે હિંમતનગરના પરબડામાં ઓબીસી સમાજ સાથે સંવાદ કરવા આવ્યા હતા.
તે અગાઉ ભોલેશ્વર મંદિરે દાદાના દર્શન કર્યા બાદ ભરતસિંહ સોલંકી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા બાદમાં ઓબીસી સમાજ સાથેના સંવાદ સ્થળે પહોચ્યા હતા. જ્યાં ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત વિવિધ સમાજ ધ્વારા ભરતસિંહને ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. સમાજના તમામ વર્ગ જેવા કે ક્ષત્રિય, એબીસી, દલિત સહિત અન્ય સમાજના વર્ગના લોકોની સાથે સામાજીક એકરસતા થાય અને સમાજ દિશા બતાવે અને એ પ્રમાણે એના ભાગરૂપે આજે સમાજ સાથે સંવાદ સાથે વિચાર વિમર્સ કરવા માટે આજે હિંમતનગર મુલાકાતે ભરતસિંહ આવ્યા હતા. રાજકીય કારણસર નહિ પણ સામાજીક કારણસર આવ્યા છે. આમ તો તમામ સમાજના લોકો સાથે ઉંઝાઉમિયા માતાજીના દર્શન બાદ સંવાદ શરુ કર્યો હતો.
ઊંઝાના ડાભી ગામે મુલાકાત કરી તેમની વિવિધ સમસ્યાઓ, આર્થિક સાધનો ટુંકા થયા મોંઘવારી વધતી ગઈ રોજગારી, શિક્ષણ અને આરોગ્ય મોઘુ થતુ ગયુ તો પણ ઉકેલ ન આવે વિશ્વમાં આર્થિક મંદી આવવાની તમામ શક્યતાઓ છે. ત્યારે લોકોના જીવવા માટેની જે અગત્યતા છે એવા સમાજ શું દોરવણી આપે છે તે તમામ ચર્ચાઓ થઈ હતી. સૌ લોકો એક થઈને અવાજ કાઢશે તો મને લાગે છે કે બધા રાજકીય લોકોએ એ દિશામાં ગંભીર પુર્વક નિર્ણય અને વિચાર કરવા પડશે તેવુ પણ નિવેદન આપ્યુ હતુ.
સૌ કોઈની નજર એક બેનર પણ આવ્યુ હતું. જેમાં ભરતસિહ કોંગ્રેસના બેનર સાથે નહિ અલગ જ બેનર સાથે જોવા મળ્યા હતા, ત્યારે કઈક નવા જુની પણ આ બેનર જોઈને દેખાઈ રહી હતી. પરંતુ આવનારા દિવસોમાં ભરતસિંહ સંવાદ ગુજરાત ભરમાં વિવિધ સમાજો સાથે કરશે તો આવનારી ચુંટણીઓમાં કોનું પરિણામ બદલાશે તે આવનારો સમય બતાવશે કોઈના પર લગામ કે મદદ એ આવનારો સમય બતાવશે. હિમતનગરમાં કોંગ્રેસ બેનર હેઠળ નહિ આવ્યા હોવાનું ભરતસિંહે જણાવ્યું હતું પરંતુ મુલાકાત સમયે સાથે કોંગ્રેસ પ્રમુખથી માંડીને હોદ્દેદારો અને કાર્યકરો સાથે જોડાયા હતા માત્ર કોંગ્રેસનો ખેસ નહોતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube