અમદાવાદ :વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહી ગયા છે, ત્યારે કોંગ્રેસના કપરા ચઢાણ શરૂ થયા છે. એક તરફ હાર્દિકની વિદાયે કોંગ્રેસને મોટો ધક્કો આપ્યો છે. પરંતુ ભરતસિંહ સોલંકીના રાજકીય સંન્યાસની જાહેરાતે કોંગ્રેસને ચોંકાવી દીધા છે. નાની યુવતી સાથે લગ્નેત્તર સંબંધોનો વીડિયો વાયરલ થતા જ ભરતસિંહે પત્રકાર પરિષદને રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રામાયણમાં ભરતને કારણે શ્રીરામને ફાળે વનવાસ આવ્યો હતો. પરંતુ અહી તો ભરતને જ ભાગે વનવાસ આવ્યો છે. જોકે, ચર્ચાની વાત તો એ છે કે, ભરતસિંહે પત્રકાર પરિષદમાં ફરીથી લગ્ન કરવાની પણ ઈચ્છા દર્શાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરતસિંહ સોલંકીનુ લગ્ન જીવન લાંબા સમયથી ચર્ચામાં રહ્યુ હતું. તેમની પત્નીના જાહેરમાં અનેક આક્ષેપોને કારણે કોંગ્રેસની છબીને કારણે પક્ષને સીધી રીતે નુકસાન થઈ રહ્યુ હતું. તેથી આખરે તેમણે આજે  એક્ટિવ પોલિટિક્સમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી રહ્યાં છે. સક્રિય રાજકારણમાંથી એસસીએ એસટી દલિત માઈનોરિટીને સંલગ્ન કામ કરતા રહેશે તેવુ તેમણે કહ્યું. જોકે, ભરતસિંહ સોલંકીની આ જાહેરાત સૌને ચોંકાવી દીધા છે. સાથે જ તેમણે કહ્યુ કે, મારી હાઈકમાન્ડ સાથે કોઈ વાત થઈ નથી, આ મારો અંગત નિર્ણય છે. 


આ પણ વાંચો : Breaking : હાર્દિક ગયો... હવે ભરતસિંહ સોલંકીએ પણ કરી રાજકીય સંન્યાસની જાહેરાત, શું થશે કોંગ્રેસનું?  


ભરતસિંહ સોલંકીના પત્નીએ બે દિવસ પહેલા પતિને એક યુવતી સાથે ઝડપી પાડ્યા હતા. તેમણે પતિની કાળી કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. તેમના પત્ની જે ઘરમાં પહોંચ્યા, ત્યાં ભરતસિંહ સોલંકી એક યુવતી સાથે હતા. ત્યારે બે દિવસથી ગુજરાતમાં ભરતસિંહ સોલંકીનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ આ મામલે ખુલાસો કરીને ભરતસિંહ સોલંકીએ સીધી જ રાજકીય સંન્યાસની વાત કરી છે. તેમજ પત્ની સાથે છૂટાછેડા બાદ નવા લગ્ન જીવનની શરૂઆત કરવા પર સંકેત આપ્યા હતા. 



તેમણે વીડિયો દેખાતી યુવતીનું નામ રિદ્ધી પરમાર હોવાનું જણાવ્યુ હતું. સાથે જ કહ્યુ કે, મારા વાયરલ વીડિયોમાં બધાએ ચલાવ્યુ કે રંગરેલિયા કર્યા. પણ હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો, તે ઘર યુવતી રિદ્ધી પરમારનું હતું. નિખાલસ વાત કરુ છુ કે, હું પત્નીથી છુટી થઈશ તો મને સ્વીકારવા તૈયાર થશે તે મારુ ત્રીજુ પણ થશે. મને સ્વિકારવા કોઇ તૈયર થાય તો ત્રીજુ  લગ્ન હશે એ મારુ નસીબ. લોકો હે રામ કહે એમ મને રંગરેલીયા સંભાળાય છે. હું મારા ડાયવર્સની રાહ જોઈ રહ્યો છું. જો મારે કોઇની સાથે લગ્ન કરવા હોય તો કન્યાના પરિવાર જનોએ નક્કી કરવાનું છે લગ્ન કરવા દેવા કે નહી. 


આ પણ વાંચો : ભરતસિંહ સોલંકી સાથે વીડિયોમાં દેખાતી યુવતી કોણ? નેતાએ જ નામ આપીને કર્યો ખુલાસો


ભરતસિંહ રાજકીય સંન્યાયની જાહેરાતથી કોંગ્રેસને મોટો ફટકો પડશે. એક સમયે ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના સર્વેસર્વા ગણાતા હતા. તેમજ હાઈકમાન્ડ માટે નજીકના નેતા હતા. ભરતસિંહનો રાજકીય બ્રેક કેટલો રહેશે તે ખબર નથી, પણ અચાનક જાહેરાતથી કોંગ્રેસમા હડકંપ મચી ગયો છે. તેમના આ નિર્ણયથી કોંગ્રેસને નુકસાન જઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી પહેલા 6 મહિનાનો સમય બાકી છે. પરંતુ નાવડી અધવચ્ચે છોડીને તેઓ બહાર નીકળી છે. માસ નેતા તરીકે તેમની ગણના હતી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતા હતા. ઓબીસી મતદારોમાં મોટો પ્રભાવ ધરાવે છે. ભારતસિંહ સોલંકી મોટુ ફેક્ટર હતા. તેથી કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ખેંચતાણ વધુ વકરી શકે છે.