ભરતસિંહ સોલંકી સાથે વીડિયોમાં દેખાતી યુવતી કોણ? આખરે નેતાએ જ નામ આપીને કર્યો ખુલાસો

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના ઇલુઇલુની લીલાનો ભાંડો ફૂટતા રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે. ભરતસિંહ સોલંકી આજે પત્રકાર પરિષદ કરીને અનેક ખુલાસા કર્યા હતા. સાથે જ પત્ની સાથેના વિવાદ અંગે પણ ભરતસિંહ અનેક ખુલાસા કર્યા. આ પત્રકાર પરિષદમાં ભરતસિંહ સોલંકીએ પત્ની પર અનેક આરોપો કર્યા હતા. સાથે જ વીડિયોમાં દેખાતી યુવતી વિશે પણ ખુલાસો કર્યો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા ભરતસિંહનો વીડિયો વાયરલ થયો હતો. 2 દિવસ પહેલા ભરતસિંહ એક યુવતી સાથે ઝડપાયા હતા. પત્નીએ ભરતસિંહને અન્ય યુવતી સાથે ઘરમા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પત્ની સાથે ભરતસિંહ સોલંકીનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 

ભરતસિંહ સોલંકી સાથે વીડિયોમાં દેખાતી યુવતી કોણ? આખરે નેતાએ જ નામ આપીને કર્યો ખુલાસો

અમદાવાદ :કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના ઇલુઇલુની લીલાનો ભાંડો ફૂટતા રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે. ભરતસિંહ સોલંકી આજે પત્રકાર પરિષદ કરીને અનેક ખુલાસા કર્યા હતા. સાથે જ પત્ની સાથેના વિવાદ અંગે પણ ભરતસિંહ અનેક ખુલાસા કર્યા. આ પત્રકાર પરિષદમાં ભરતસિંહ સોલંકીએ પત્ની પર અનેક આરોપો કર્યા હતા. સાથે જ વીડિયોમાં દેખાતી યુવતી વિશે પણ ખુલાસો કર્યો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા ભરતસિંહનો વીડિયો વાયરલ થયો હતો. 2 દિવસ પહેલા ભરતસિંહ એક યુવતી સાથે ઝડપાયા હતા. પત્નીએ ભરતસિંહને અન્ય યુવતી સાથે ઘરમા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પત્ની સાથે ભરતસિંહ સોલંકીનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 

ભરતસિંહનો ખુલાસો... 
ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યુ કે, છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દો ચાલતો હતો, ત્યારે લોકો કહેતા કે હુ આ મામલે કેમ કંઈ કહેતો નથી. સાત મહિનાથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને મારા માટે વ્યક્તિગત વિવાદ થયા. એના કારણે અનેક લોકોએ મને બોલા કહ્યું. રાજકીય રીતે 1992 માં આવ્યા બાદ નિરંતર ચાલ્યા કરી. 30 વર્ષના મારા જાહેરજીવનમાં મારી સામે કંઈ આરોપ થયા નથી. અચાનક ચૂંટણી આવે ત્યારે કંઈને કંઈ નવી શરૂઆત થઈ જાય. 

તેમણે વીડિયો દેખાતી યુવતી વિશે કહ્યુ કે, મારા વાયરલ વીડિયોમાં બધાએ ચલાવ્યુ કે રંગરેલિયા કર્યા. પણ હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો, તે ઘર યુવતી રિદ્ધી પરમારનું હતું. નિખાલસ વાત કરુ છુ કે, હું પત્નીથી છુટી થઈશ તો મને સ્વીકારવા તૈયાર થશે તે મારુ ત્રીજુ પણ થશે. મને સ્વિકારવા કોઇ તૈયર થાય તો ત્રીજુ  લગ્ન હશે એ મારુ નસીબ. લોકો હે રામ કહે એમ મને રંગરેલીયા સંભાળાય છે. 

તેમણે કહ્યુ કે, તાજેતરમાં રામ મંદિરમાં મને વખોડવામાં આવ્યો. રામનુ મંદિર બંધાય તો ભરતને આનંદ થાય કે નહિ. રામ મંદિરમાં સૌની ભાગીદાર છે, તેમાં કંઈ ખોટુ હોય તો આંગળી ચીઁધવાનો અમારો અધિકાર છે. દરેક વાતને તોડમરોડ કરીને જે રીતે રજૂઆત કરાય છે. હવે આ વાતને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. મોંઘવારી અને ગુજરાતની તકલીફો બતાવવાને બદલે કોના લગ્નજીવન સમસ્યા છે  આ દેશમાં અનેક પરિવારમાં છૂટાછેડા ડિવોર્સની વાત થાય છે, તેમાંથી કોઈ વાતનો નિકાલ ન આવે તે માટે દેશની કોર્ટ છે. તેની ચર્ચા રાજકીય મંચ પર રાજકીય રીતે વારંવાર કેવી રીતે કરવી. તેના માટે બેકગ્રાઉન્ડમાં પણ જવુ જોઈએ. લગ્ન કેવા સંજોગોમાં થયા અને શુ થયુ તે લોકો પહેલા જાણી લે. લગ્નના 15 વર્ષ પછી પણ કોઈ સંબંધ ન હોય તો હુ ઈચ્છતો કે ઘરની વાત ઘરમાં રહે. બહાર જવાથી કોઈ સોલ્યુશન આવતા નથી. મીડિયા, ટીબી, ડિબેટમાં આવવાથી પ્રશ્નનો નિરાકરણ થાય તો મને કોઈ વાંધો નથી. છેલ્લા ન્યાયતંત્ર પર આધાર છે. મારી પાસે અનેક પુરાવા છે તે કોર્ટમાં રજૂ કરવાના છે. હાલ રજૂ કરુ તો તેનો કોઈ લાભ કે ઉપાય નથી. બંધારણે ઘડેલા નીતિ નિયમોના આધારે કોર્ટ નક્કી કરશે. મારા લગ્ન ક્યારે અને કયા સંજોગોમાં થયા એ પણ જોવું જરૂરી છે. આપણા દેશમાં સ્ત્રીને માન આપવામાં આવે છે. 

ભરતસિંહે કહ્યુ કે, હુ જાહેરજીવનમાં છું, સામાન્ય જીવન જીવતો હોત તો આટલી ચર્ચા ન કરત. મેં ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન વ્યવહાર કર્યો નથી. મને કોઈ ગાળ બોલાવડાવે તો હુ એક કરોડ રૂપિયા આપવા તૈયાર છું. હુ હોસ્પિટલમાં હતો ત્યારે પણ મારી તબિયતની લગીરેય ચિંતા કરી નથી. હંમેશા પ્રોપર્ટી તેના નામે કરવાની વાત કરી છે. આઈસીયુમાં બહાર લાવ્યા બાદ પણ પૈસાનુ શુ એ પૂછે છે. મારા રૂપિયા ક્યાં મૂકેલા છે તેના સિવાય તેને કોઈ રસ નથી. મારા ઘરનો સામાન વેચી દીધો. લોકડાઉનમાં મારી પત્નીએ ગાડી વેચીને નોકરોને ધમકાવીને કાઢી મૂક્યા હતા. મારી પત્નીને ફક્ત રૂપિયા અને સંપત્તિમાં જ રસ છે. મારુ કોઈ બાળક નથી, તેથી જો મારુ મૃત્યુ થાય તો બધુ મારી પત્નીને જ મળે. પરંતુ તેમને ધીરજ નથી, તેમને સંપત્તિમાં જ રસ છે, તેથી ક્યારે જલ્દી મળે તે જ કરે છે. 

તેમણે કહ્યુ કે, મેં અનેક આગેવાનોને પત્ની અંગેના વિવાદનો ઉકેલ લાવવા કહ્યું. ચુટંણી આવે ત્યારે જ આવા આક્ષેપો થાય છે. મારા પર ટિકિટ વહેંચણીના આક્ષેપ કરવામાં આવે છે. પણ મેં કોગ્રેસનું એક ટીંપુ ડિઝલ પણ પુરાવ્યુ નથી. જ્યારે અમિત ચાવડાના સ્થાને બીજા પ્રમુખની વરણી કરવાની હતી ત્યારથી આ મુદ્દાને ઉછાળવામાં આવે છે. ફરી પ્રમુખ ન બનવા દેવા. કેમ્પેઇન સમિતિના ચેરમેન ન બની જાય તેની ચર્ચા કરી. કોગ્રેસને રિ-બીલ્ટ કંઇ રીતે કરવી. તે અંગે ચર્ચા કરૂ ઓબીસી બેઠક કરી કોગ્રેસને બેઠી કરવા પ્રયત્ન કર્યો. મને દુ ખ કે વ્યક્તિગત જીવનની ચર્ચા જાહેરમાં કરવી પડી.

કોંગ્રેસ ભરતસિંહનો બચાવ કર્યો 
તો બીજી તરફ, પોતાના નેતા સામે એક્શન લેવાને બદલે કોંગ્રેસ દ્વારા તેમને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના બચાવમાં આવ્યા હતા. પ્રમુખ જગદીશ ઠાકોરે ભરતસિંહ સોલંકીનું સમર્થન કર્યું હતું. ભરતસિંહનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ બચાવમાં આવી હતી. જગદીશ ઠાકોરે ભરતસિંહના વીડિયો પર સવાલ ઉઠાવતા કહ્યુ કે, માત્ર રંગરેલિયાનો વીડિયો જ કેમ બતાવ્યો? ભરતસિંહ શું કહી રહ્યા છે તે કેમ નથી બતાવતા? વધુમાં અરવલ્લીમાં જગદીશ ઠાકોરે કહ્યું કે, આ કુટુંબિક ઝઘડો છે અને મારે આજે ભરતસિંહ સાથે વાત થઈ છે, તેમણે કહ્યું છે કે મારે વાત કરવાની છે તે ગુજરાતની જનતાને કરીશ. જગદીશ ઠાકોરે કહ્યું કે, ભરતસિંહ બુમો પાડે છે અને તે શું કહી રહ્યા છે અને શું થઈ રહ્યું છે તે કેમ નથી બનાવતા, આ ઉપરાંત જે લોકો હતા તે કોણ છે, કોની સાથે સંકળાયેલા છે તેની વિગતો બહાર આવવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news