ચેતન પટેલ/સુરત :સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ દુર્ઘટનામાં સૌથી પહેલા જેલમાં ધકેલાયેલા કોચિંગ ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીએ કોર્ટમાં જામીન અરજી કરી છે. જામીન અરજી ઉપર કોર્ટમાં ફેંસલો લેવામાં આવે તે પહેલા જયેશ કાનાણી અને રમેશ ખંડેલા નામના બે વાલીઓએ વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ કરતા ભાર્ગવ બુટાણીની મુશ્કેલીઓ વધી છે. બુટાણીએ વાલીઓને ગુમરાહ કરી સોગંદનામાં ઉપર સહીઓ કરાવી લીધી હોવાનો આક્ષેપ કરાયો છે.


9 મહિના જેણે કૂખમાં રાખી તે જ માતા બની બાળકીની દુશ્મન, જુઓ આ બાળકી સાથે શું બન્યું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તક્ષશિલાની સંહારલીલામાં પાંજેર પુરાયેલા આરોપીઓ જેલમુક્ત થવા હવાતિયા મારી રહ્યાં છે. બીજી તરફ પોલીસ હજી પણ 22 બાળકોને મોતના ખપ્પરમાં ધકેલી દેનારા તમામ ચમરબંધોને પાંજરે પૂરવા મથામણ કરી રહી છે. આ દરમિયાન આ ચકચારી કેસમાં નવો ફણગો ફૂટયો છે. પોતે નિદોર્ષ હોવાનું રટણ કરનારા કોચિંગ કલાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની પોલમપોલ કોર્ટમાં ખુલ્લી પડી હતી. મૃતક વિદ્યાર્થીની વંશવીના પિતા જયેશ કાનાણી અને એશાના પિતા રમેશ ખંડેલાએ કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણી તરફથી થયેલા ખેલનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર હકીકત પોલીસ અને કોર્ટના ધ્યાન ઉપર મૂકી છે, જેમાં ભાર્ગવ બુટાણીએ કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરી છે. 


Facebook યુઝર્સ માટે લાલબત્તી સમાન કિસ્સો, યુવકે સંબંધ બાંધીને યુવતી પાસેથી કરાવ્યા એવા એવા કામ...


અરજી સાથે ફરિયાદ પક્ષના કેટલાક સાહેદોની અલબત્ત, વાલીઓની એફિડેવિટ પણ રજૂ કરી છે. જેમાં તેમને જામીન આપવા બાબતે સમર્થન અપાયું છે. બુટાણીના સમર્થનમાં સહી કરનારા જયેશ કાનાણી અને રમેશ ખંડેલાએ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, કોચિંગ કલાસના સંચાલક ભાર્ગવ બુટાણીએ વાલીઓને ઊંધું-ચત્તું સમજાવી, તેમને ભોળવીને સોંગદનામાં ઉપર સહીઓ કરાવી લીધી છે. બુટાણીના કાકાના દીકરાએ વાલીઓને ગેરમાર્ગે દોરી સોગંદનામા ઉપર સહીઓ કરાવી લીધી હોવાની હકીકત જણાવી હતી. બંને વાલીઓએ કોર્ટ સમક્ષ આ હકીકત ઉજાગર કરી યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે. ત્યારે આ અંગે 20 મી જૂન ના રોજ નામદાર કોર્ટ દ્વારા વધુ સુનાવણી હાથ ધરાશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :