ભરૂચ : નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના તબેલામાં આજે બપોરે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મોત નિપજ્યું હતું. જ્યારે 12 ગાય વાછરડા દાઝ્યા હતા. નેત્રંગથી 35 કિલોમીટર દુર ઝઘડિયામાં ફાયર સ્ટેશન હોવાનાં કારણે ટીમને આવતા સમય લાગ્યો હતો. જેના કારણે 12 ગાય અને વાછરડા દાઝી ગયા હતા. નેત્રંગથી 35 કિલોમીટર દુર ઝગડિયામાં ફાયર સ્ટેશન હોવાથી પશુઓને બચાવી શકાયા નહોતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બર્ડફલૂનો કહેર! રાજ્યમાં 8 મોર સહિત 128 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા ચકચાર

ભરૂચના નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના ખેડૂત અને પશુપાલક રામભાઇ રાખોલીયા આજે બપોરે જમવા બેઠા હતા. અચાનક તબેલામાં આગ લાગી હતી. જેના પગલે ગાય અને વાછરડાઓમાં નાસભાગ મચી હતી. પશુપાલકો દ્વારા તત્કાલ પાણીનો મારો ચલાવી આગ તો બુઝાવી દેવાઇ હતી.  જો કે 15-20 મિનિટમાં જ તબેલો બળીને ખાખ થઇ ગયો હતો. જેમાં ખેલી બાંધેલી 16 ગાય વાછરડા અને 1 ઘોડીનું મોત નિપજ્યું હતું. જો કે 12 ગાય વાછરડાને બચાવી લેવાયા હતા. 


બહેનના આડા સંબંધોથી ત્રાસેલા ભાઇએ તેના પ્રેમીને જાહેરમાં રહેંસી પોતે પણ સ્મશાનમાં જતો રહ્યો અને...

તબેલામાં જો કે આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવી શક્યું નથી. તબેલા ફરતે નેટ અને વાસ બાંધેલા હતા અને અંદર ઘાસ સ્ટોર કરેલું હતું. જેથી ઘાસમાં આગ લાગી ગઇ હોવાનું અનુમાન છે. જો કે તપાસ બાદ જ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે. રામભાઇ રખોલીયાએ જણાવ્યું કે, અમે જમતા હતા અને આગ લાગતા અમે બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે 17 પશુઓ અમે બચાવી શક્યા નહોતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube