ઝી મીડિયા/બ્યૂરો :ભોલાવ ઓવર બ્રિજ ઉપર મોપેડ ઉપર જતા માતા-બાળકી માટે પતંગનો દોરો પ્રાણઘાતક બન્યો હતો. ગળું કપાતા એક મહિલાનું મોત થયું છે. પતંગના દોરાથી ગળુ કપાતા યુવતીનું એક્ટિવા સ્લીપ થઈ ગયુ હતું, પરંતુ તેની સાથે ગાડી પર બેસેલી દીકરીનો બચાવ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચના ઝાડેશ્વર ખાતે અરૂણોદય બંગ્લોઝ આવેલો છે. આ બંગ્લોઝમાં અંકિતા મિસ્ત્રી નામની મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. આ મહિલા શનિવારના રોજ પોતાની દીકરી સાથે પોતાના સાસરીના ઘરે જવા નીકળ્યા હતા. અંકિતાબેન પોતાની એક્ટિવા પર ભૃગુ ઋષિ બ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે સમયે અચાનક આવી ગયેલો પતંગનો દોરો તેમના ગળામાં લપેટાયો હતો. પતંગનો દોરો તેમના ગળાથી એવો આરપાર થયો હતો કે તેમનુ ગળુ જોતજોતામાં કપાયુ હતું અને તેઓ લોહીલુહાણ થયા હતા. 


આ પણ વાંચો : દર્દીના એક ફોનથી ડોક્ટર આપશે કોરોનાની ટ્રીટમેન્ટ, આ નંબર પર ફોન કરવો 


અકસ્માત બાદ તેમનુ એક્ટિવા સ્લીપ થઈ ગયુ હતું. આ અકસ્માત બાદ આસપાસના લોકો મદદે આવ્યા હતા. બીજી બાજુ માસુમ દીકરી માતાની હાલત જોઈને ગભરાઈ ગઈ હતી. અકસ્માતમાં 9 વર્ષની દીકરીનો બચાવ થયો હતો. તે રડવા લાગી હતી. લોકોએ તાત્કાલિક અંકિતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ તેમનો બચાવ થઈ શક્યો ન હતો. 


આમ, જેમ જેમ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેમ તેમ પતંગના દોરાથી અકસ્માતનું પ્રમાણ વધી રહ્યુ છે. ભરૂચમાં પતંગના દોરાએ એક મહિલાનો જીવ લીધો છે. હોસ્પિટલમાં માતાના મૃતદેહ પાસે હેબતાઇ ગયેલી 9 વર્ષની પુત્રીમા આક્રંદે લોકોની આંખો ભીની કરી દીધી હતી.