ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચમાં ભાજપના નેતા કમલેશ મોદીએ દારૂબંધી (Liquor ban) ના કાયદાના ધજાગરા ઉડાવ્યા છે. કમલેશ મોદી ભરૂચ ભારતીય જનતા પાર્ટી (BJP)ના બક્ષીપંચ મોરચાના ખજાનચી છે. વીડિયામાં તે પીએમ નરેન્દ્ર મોદી સાથે પોતાને સરખાવે છે અને કહી રહ્યાં છે કે, ‘હું માત્ર આ જ દારૂ પીવુ છું. કહીને દારૂની બોટલ બતાવે છે. સાથે મને કોઈ હાથ લગાવી શકે નહીં તેમ કહીને પોલીસ પ્રશાસનને પણ ચેલેન્જ આપી રહ્યા છે. એક બાજુ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. બીજી તરફ પોલીસ લાખો રૂપિયાનો દારૂ ઝડપતી પણ હોય છે. પરંતુ આ કાયદો નેતાઓને લાગુ ન પડતો હોય તેમ ખુલ્લેઆમ ભરૂચના કમલેશ મોદી પોતાની ધૂનમાં કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Success Story : એક કાંકરે બે પક્ષી મારવાની ટ્રીક અપનાવીને ગુજરાતના આ ખેડૂત બની ગયા માલામાલ


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....