ઝી બ્યુરો/ભરૂચ: ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો પર્દાફાશ કરી ભરૂચના ભૃગુઋષિ બ્રીજ નીચેથી રીક્ષામાંથી રૂ.30.80 લાખની રોકડ રકમ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહી


ભરૂચ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ભરૂચ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તરફથી એક રિક્ષામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના નાણાનો જથ્થો લઈ ભરૂચ ભૃગુઋષિ બ્રીજ નીચેથી ટંકારીયા તરફ જવાના છે, જે નાણાં હવાલાના હોઇ શકે છે, જેવી બાતમીના આધારે પોલીસે ભરૂચ ભૃગુઋષિ બ્રીજ નીચે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા.


ઓલિમ્પિક તો અમદાવાદમાં જ રમાશે! ઓલિમ્પિક માટે ભારતે ભર્યું મોટું પગલું


તેમાંથી ભારતીય ચલણી નાણાની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમ મુજબ ગુનો નોંધી ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં રહેતો હબીબ ઈબ્રાહીમ મનસુરી અને યાકુબ ઉર્ફે બાબુભાઇ ઈબ્રીહીમ ભોદુની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડા 30.80 લાખ અને બે ફોન તેમજ રીક્ષા મળી કુલ 32.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી આરોગ્ય ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો શરૂ કર્યો છે.


આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી