Bharuch News : ભરૂચની એક મહિલાને સગર્ભા બાદ પેટમાં સતત દુખાવો ઉપડતો હતો, એટલુ જ નહિ મહિલાનુ પેટ પણ વારંવાર ફુલી જતું હતું. તેથી તેણે ડોક્ટરને બતાવીને સોનોગ્રાફી કરાવી હતી. સોનોગ્રાફીનો રિપોર્ટ જોઈ મહિલાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે, મહિલાના પેટમાં કપડાનો ટુકડો દેખાયો હતો. જે પ્રસૂતિના ઓપરેશન દરમિયાન પેટમાં જ રહી ગયો હતો. ત્યારે જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, ભરૂચ સુરતના અમરોલી ખાતે રહેતાં શૈલેષ જશુ સોલંકીના લગ્ન જંબુસરની અમિષા સાથે થયાં હતાં. તેમની પત્ની અમિષાને ગર્ભ રહેતાં તે તેના પિયરે આવી હતી. દરમમિયાનમાં 5 મહિના પહેલાં એટલે કે 22મી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં પ્રસૃતિ માટે દાખલ કરી હતી. જ્યાં મહિલા તબીબ ડો. ચાર્મી આહીરે તેમની પત્નીનું સિઝેરીયન ઓપેરશન કર્યું હતું. જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફુલી જતાં તબીબે તેમને હેવી દવા આપી હતી. તેમ છતાં તેને સારું ન થતાં જંબુસરની જ તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરી હતી.


ગુજરાતમાં આ શહેરમાં અચાનક ઢળી પડે છે લોકો, બધાના મોતની પેર્ટન એક જેવી


થોડા દિવસની સારવાર બાદ સારૂ લાગતાં મહિલા તેના ઘરે સુરત ગઈ હતી. પરંતું ત્યાર બાદ પણ મહિલાને સતત પેટમાં દુ:ખાવો રહેતો હતો. તેથી સુરતમાં મહિલાએ અન્ય તબીબ પાસે નિદાન કરાવ્યું હતું. જેમાં ડોક્ટરે મહિલાની સોનોગ્રાફી કરાવતાં તપાસમાં સામે આવ્યું કે, તેના પેટમાં કપડું રહી ગયું હતું. પ્રસૂતિ દરમિયાન મહિલાના પેટમાં આ કપડુ રહી ગયુ હતું. 


સોનોગ્રાફીમાં પેટમાં કપડાનો ટુકડો હોવાનો વિસ્ફોટ થતાં મહિલા દર્દીને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું હતું. સુરતમાં ઓપરેશન બાદ મહિલાના પેટમાંથી કપડાનો ટુકડો દૂર કરાયો હતો. જેના બાદ મહિલાને રાહત અનુભવાઈ હતી. 


તો બીજી તરફ મહિલાએ ડો.ચાર્મીનો વારંવાર સંપર્ક કર્યો હતો, પરંતું તેઓએ આ વાતને ગંભીરતાથી લીધી ન હતી. સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડો. ચાર્મી આહીરની ગંભીર બેદરકારી જણાતાં મહિલા અને તેના પતિએ જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


બોર્ડની પરીક્ષા માટે કડક સૂચના, જો આમ કરતા પકડાયા તો મોટું પરિણામ ભોગવવું પડશે


ગુજરાતના આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદ, અંબાલાલ પટેલની છે આગાહી